
વાંકડિયા વાળ દેખાવમાં આકર્ષક હોય છે, પરંતુ તેની યોગ્ય સંભાળ રાખવી ઘણીવાર મુશ્કેલ બની જાય છે. વાળમાં ગૂંચવણ, ડ્રાયનેસ અને નમીની કમીને કારણે વાળ બેજાન દેખાવા જેવી સમસ્યાઓ વાંકડિયા વાળ ધરાવતા લોકોમાં સામાન્ય જોવા મળે છે. નિષ્ણાતોના મતે, કેટલીક સરળ આદતોમાં ફેરફાર કરીને વાળને નરમ, મજબૂત અને સ્વસ્થ રાખી શકાય છે.

આજના સમયમાં યુવાનોમાં સમય પહેલાં વાળ સફેદ થવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. એક સમય હતો જ્યારે સફેદ વાળ માત્ર વધતી ઉંમરનું નિશાન માનવામાં આવતું, પરંતુ હવે 20 થી 30 વર્ષની ઉંમરમાં પણ લોકોમાં પ્રીમેચ્યોર ગ્રે હેરની સમસ્યા જોવા મળી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ માત્ર ઉંમર સાથે જોડાયેલ બાબત નથી, પરંતુ તેમાં અનેક આંતરિક અને બાહ્ય કારણો જવાબદાર છે.

આજકાલ વાળને કલર કરાવવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે, કારણ કે લોકો સફેદ વાળ છુપાવવા અથવા નવો લુક મેળવવા માટે હેર કલર પસંદ કરે છે. પરંતુ ઘણા લોકોની ફરિયાદ છે કે સેલૂનમાં હજારો રૂપિયા ખર્ચ્યા પછી પણ થોડા જ વોશમાં કલર ફિકો પડી જાય છે અને વાળ સૂકા તથા ફ્રિઝી દેખાવા લાગે છે.