ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: પંચાયતોમાં ઓડિટ બાદ ‘એક્ઝિટ કોન્ફરન્સ’ ફરજિયાત

ગુજરાત સરકારે પંચાયતી રાજ વ્યવસ્થામાં પારદર્શિતા, જવાબદારી અને સુશાસનને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રાજ્યની ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું વાર્ષિક ઓડિટ પૂર્ણ થયા બાદ ફરજિયાત રીતે ‘એક્ઝિટ કોન્ફરન્સ’ યોજાશે.
Growth Now News
Growth Now News
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: પંચાયતોમાં ઓડિટ બાદ ‘એક્ઝિટ કોન્ફરન્સ’ ફરજિયાતગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય: પંચાયતોમાં ઓડિટ બાદ ‘એક્ઝિટ કોન્ફરન્સ’ ફરજિયાત

ગુજરાત સરકારે પંચાયતી રાજ વ્યવસ્થામાં પારદર્શિતા, જવાબદારી અને સુશાસનને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે રાજ્યની ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું વાર્ષિક ઓડિટ પૂર્ણ થયા બાદ ફરજિયાત રીતે ‘એક્ઝિટ કોન્ફરન્સ’ યોજાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ નિર્ણય અંતર્ગત તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO)ને ઓડિટ પૂર્ણ થયા બાદ નિર્ધારિત તારીખે એક્ઝિટ કોન્ફરન્સ યોજવા સૂચના આપવામાં આવી છે. 28 જુલાઈના રોજ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

એક્ઝિટ કોન્ફરન્સમાં સ્થાનિક ભંડોળ હિસાબ વિભાગના વરિષ્ઠ ઓડિટ અધિકારીઓ ઓડિટ દરમિયાન સામે આવેલી ગંભીર અનિયમિતતાઓ રજૂ કરશે. જેમાં સરકારી નાણાંનો ગેરવહીવટ, નિયમ વિરુદ્ધ ખરીદી, ગેરકાયદેસર ભરતી, નાણાકીય ગેરરીતિ અને અન્ય ગંભીર વહીવટી ભૂલો અંગે સીધી ચર્ચા કરવામાં આવશે.

ગંભીર ગેરરીતિ સામે આવ્યે જિલ્લા વિકાસ અધિકારી પ્રાથમિકતાના આધારે તાત્કાલિક શિસ્તભંગની, સુધારાત્મક અથવા કાયદેસરની કાર્યવાહી શરૂ કરી શકશે. આથી ઓડિટ માત્ર કાગળ પરની પ્રક્રિયા ન રહેતા જવાબદારી નક્કી કરવા અને ઝડપી કાર્યવાહીનું માધ્યમ બનશે.

સરકારના આ નિર્ણયથી પંચાયતોમાં જાહેર નાણાંના ઉપયોગ પર દેખરેખ વધુ મજબૂત બનવાની અપેક્ષા છે. સાથે જ અધિકારીઓ અને કર્મચારીઓમાં જવાબદારી વધશે અને ગ્રામ્ય વિકાસ માટે ફાળવવામાં આવતા નાણાંના યોગ્ય ઉપયોગને પ્રોત્સાહન મળશે.