
Bharuch : વાગરા તાલુકાની વાંટા મિશ્ર શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવી કચરો શાળાની બહાર રસ્તા પર ફેંકવા મોકલવામાં આવતા હોવાના આક્ષેપથી વિવાદ ઊભો થયો છે.

રાજકોટમાં એક જ ઘટનાને લઈને બે પક્ષોની સામસામે ફરિયાદો નોંધાતા સમગ્ર મામલો ભારે ચર્ચામાં આવ્યો છે. ભાજપના આગેવાન સાથે સંકળાયેલા રાજા ચાવડા સહિત ચાર લોકો સામે દુષ્કર્મ, અપહરણ, ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકી જેવી ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે બીજી તરફ પ્રેમલગ્ન કરનારી પરિણીતાના અપહરણની અલગ ફરિયાદ દાખલ થતાં કેસમાં નવો વળાંક આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થાય.

અમદાવાદના સરખેજ સ્થિત ભારતી આશ્રમ ફરી એકવાર ગંભીર વિવાદમાં આવ્યો છે. ઈશ્વરાનંદ ભારતી ઉર્ફે ઈકા બાપુ સામે યુવાનો સાથે અયોગ્ય વર્તનના આક્ષેપો અને સોશિયલ મીડિયા પર વીડિયો-ફોટા વાયરલ થતા મામલો ગરમાયો છે. આ વિવાદ વચ્ચે આશ્રમ ટ્રસ્ટે તેમને તમામ જવાબદારીઓમાંથી દૂર કરવાનો નિર્ણય લઈને પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે.