
Ahmedabad Rain : અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદે જોર પકડતાં શહેરમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાઈ ગયો છે. કાળા ડિબાંગ વાદળો, વીજળીના કડાકા-ભડાકા અને ભારે વરસાદ પડયો છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી IPL 2026ની ફાઈનલ મેચ પહેલાં IMDએ વરસાદ અને ગાજવીજનું યલો એલર્ટ જાહેર કર્યું છે. GT અને RCB વચ્ચેની ખિતાબી ટક્કર પર વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે, જોકે IPL દ્વારા રિઝર્વ ડેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાતમાં ફરી વખત ગરમીમાં વધારો નોંધાયો છે. થોડા દિવસથી ગરમીમાં રાહત મળી હતી. પરંતુ ફરી વખત કાળઝાળ ગરમી ચાલુ થઈ ગઈ છે. સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ છે. જ્યારે અમદાવાદ બીજા નંબર પર છે. હવામાન ખાતા વિભાગથી આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધુ વધે તેવ શક્યતાઓ રહેલી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કેટલાક વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.

Gujarat Rain: ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે. અમદાવાદમાં પણ આંધી-તોફાન સાથે વરસાદ શરૂ થયો છે. કાળઝાળ ગરમી બાદ અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી હતી. બપોરના 12.30 સુધી થન્ડરસ્ટોર્મની આગાહી હતી. દાહોદ-મહીસાગરમાં થન્ડરસ્ટોર્મની આગાહી હતી. જે બાદ હાલ ગુજરાતના અમુક વિસ્તાર સહિત અમદાવાદમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા...