ગુજરાતમાં ફરી ગરમીનો પ્રકોપ: સુરેન્દ્રનગર 43.5°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

ગુજરાતમાં ફરી વખત ગરમીમાં વધારો નોંધાયો છે. થોડા દિવસથી ગરમીમાં રાહત મળી હતી. પરંતુ ફરી વખત કાળઝાળ ગરમી ચાલુ થઈ ગઈ છે. સૌથી વધુ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ છે. જ્યારે અમદાવાદ બીજા નંબર પર છે. હવામાન ખાતા વિભાગથી આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધુ વધે તેવ શક્યતાઓ રહેલી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કેટલાક વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે.
Rahul Desai
Rahul Desai
AI ImageAI Image

AI Image

અમદાવાદ: છેલ્લા ત્રણ દિવસની થોડી રાહત બાદ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ફરી કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થયો છે. ગુરુવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43.2°C નોંધાયું હતું, જે સામાન્ય કરતા બે ડિગ્રી વધુ હતું. આ સાથે જ શહેરમાં આકરી ગરમીની ફરી શરૂઆત થઈ ગઈ છે.

ક્યાં કેટલું તાપમાન નોંધાયું?
ગુરુવારે રાજ્યના વિવિધ શહેરોમાં ગરમીનો પારો આ મુજબ રહ્યો હતો:

સુરેન્દ્રનગર: 43.5°C (રાજ્યનું સૌથી ગરમ શહેર) અમદાવાદ: 43.2°C રાજકોટ: 42.7°C કંડલા: 42.6°C અમરેલી: 42.3°C

આગામી દિવસોમાં ગરમી વધવાની આગાહી
હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, હવે ગરમીમાં સતત વધારો થશે:

હીટવેવની આશંકા: ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તી શકે છે.

યલો એલર્ટ: સોમવાર અને મંગળવાર માટે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદનું તાપમાન 44°C સુધી પહોંચી શકે છે.

તંત્રની અપીલ: સાવચેત રહો લોકોને લાંબો સમય સુધી સીધા સૂર્યપ્રકાશમાં ન રહેવાની સલાહ આપવામાં આવી છે.

શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે સતત પ્રવાહી લેતા રહેવા અને હાઇડ્રેટેડ રહેવા સૂચન કરાયું છે.