
ફીફા વર્લ્ડ કપ 2026માં ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી કેને ઇતિહાસ રચ્યો છે. પનામા સામે ગોલ ફટકારીને કેને વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ ગોલ કરવાનો ગેરી લિનેકરનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સિદ્ધિ સાથે હેરી કેને વધુ એક સુવર્ણ અધ્યાય પોતાના નામે લખાવ્યો છે.

પોતાના 39મા જન્મદિવસના બે દિવસ પહેલા મેદાનમાં ઉતરેલા મેસી માટે આ મેચ યાદગાર બની રહી હતી. મેચની શરૂઆતમાં તેમને મળેલી પેનલ્ટી ચૂકાઈ ગઈ હતી, પરંતુ તેનાથી તેમનો આત્મવિશ્વાસ જરા પણ ડગ્યો નહોતો. મેસીએ 38મી મિનિટે ગોલ કરીને આર્જેન્ટિનાને મહત્વની લીડ અપાવી હતી. ત્યારબાદ ઇન્જરી ટાઇમમાં વધુ એક ગોલ ફટકારી ટીમની જીત પર મહોર મારી હતી.

ફિફા વર્લ્ડ કપ 2026માં પુર્તગાલે પોતાની શરૂઆત અપેક્ષા મુજબ કરી શકી નથી. ડી.આર. કોંગો સામે રમાયેલી મેચ 1-1ના ડ્રોમાં સમાપ્ત થઈ હતી. મેચ બાદ સ્ટાર ફોરવર્ડ Cristiano Ronaldo એ ટીમના પ્રદર્શનનું બચાવ કરતા જણાવ્યું કે પુર્તગાલે સારી રમત બતાવી હતી અને જીતવાની સંપૂર્ણ તક પણ હતી, પરંતુ પરિણામ હાથમાંથી નીકળી ગયું.

મેચની શરૂઆતમાં જ ન્યૂઝીલેન્ડે આક્રમક રમત બતાવી. એલિજાહ જસ્ટે ક્રિસ વૂડની મદદથી પ્રથમ ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી. ત્યારબાદ પણ ન્યૂઝીલેન્ડે દબદબો જાળવી રાખ્યો અને ઈરાનના ગોલ પર સતત હુમલા કર્યા.

બ્રાઝિલ જેવી પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન ટીમ સામે 1-1ની બરાબરી બાદ મોરોક્કોના મુખ્ય કોચ મોહમ્મદ ઓઆહબીએ પોતાની ટીમના પ્રદર્શનની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે મોરોક્કોએ વર્લ્ડ કપમાં પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે અને ટીમ હજુ વધુ સારું પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.