
Vietnam Boat Accident Indian Tourists: વિયેતનામમાં થયેલી દુઃખદ બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 15 ભારતીય નાગરિકોના પાર્થિવ દેહ આજે ભારત લાવવામાં આવશે. વિયેતનામ સ્થિત ભારતીય દૂતાવાસે આ અંગે સત્તાવાર માહિતી આપી છે. મળતી માહિતી મુજબ, ફુ ક્વોક દ્વીપ નજીક ભારતીય પ્રવાસીઓને લઈને જઈ રહેલી પર્યટક બોટ પલટી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં 15 ભારતીયોના મોત થયા હતા, જેમાં તમિલનાડુના...

વિયેતનામમાં થયેલી ભયાનક બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 15 ભારતીય નાગરિકોના પાર્થિવ દેહ આજે વિયેતનામ એરલાઇન્સની વિશેષ ફ્લાઇટ દ્વારા ભારત લાવવામાં આવશે. ભારતીય દૂતાવાસે આ અંગે સત્તાવાર માહિતી આપી છે.

વિયેતનામમાં પ્રવાસી સ્પીડબોટ પલટી જવાની ભયાનક દુર્ઘટનામાં 15 ભારતીય પ્રવાસીઓનાં મોતથી શોકની લાગણી ફેલાઈ છે. આ કરુણ ઘટના બાદ વિયેતનામના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શોક સંદેશ મોકલી મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

વિયેતનામના ફુ ક્વોક ટાપુ નજીક શનિવારે મોટી દરિયાઈ દુર્ઘટના સર્જાઈ છે. પ્રવાસીઓને લઈને જઈ રહેલી બોટ દરિયામાં પલટી જતાં ભારતીયો સહિત 15 લોકોનાં મોત થયાના અહેવાલ છે, જ્યારે 21 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બોટમાં મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ સવાર હતા. દુર્ઘટના બાદ ગુમ થયેલા લોકોની શોધ માટે મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.