
વડોદરામાં યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ના સમાપન સમારોહમાં ‘આત્મનિર્ભર ભારત ઇન એરોસ્પેસ એન્ડ ડિફેન્સ’ વિષય પર યોજાયેલા સેમિનારમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં ગુજરાતમાં ડિફેન્સ ક્ષેત્રે ₹2,550 કરોડના રોકાણ માટે ચાર મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ રોકાણથી રાજ્યમાં 4 હજારથી વધુ રોજગારીની તકો ઊભી થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે સંરક્ષણ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ્સ અને MSMEsની ભૂમિકાને વધુ મજબૂત બનાવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

વડોદરાના VGRC ખાતે ‘આત્મનિર્ભર ભારત ઇન એરોસ્પેસ એન્ડ ડિફેન્સ’ વિષય પર મહત્વપૂર્ણ સેમિનાર યોજાયો હતો. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમ દરમિયાન સંરક્ષણ ક્ષેત્રની ચાર કંપનીઓએ કુલ ₹2,550 કરોડના રોકાણ માટે સમજૂતી કરાર (MoU) કર્યા હતા. આ રોકાણથી રાજ્યમાં 4 હજારથી વધુ રોજગારીની તકો સર્જાશે એવો દાવો કરવામાં આવ્યો છે.

વડોદરામાં યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ દરમિયાન સુરત માટે ગૌરવપૂર્ણ ક્ષણ સામે આવી છે. માત્ર 11 દિવસમાં 350 એક્ઝિબિટર્સના રજીસ્ટ્રેશન સાથે બનેલા ગિનીસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે iNDEXTbને સોંપવામાં આવ્યું હતું. આ સિદ્ધિ ગુજરાતના ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રની ઝડપી કાર્યક્ષમતા અને સંગઠિત આયોજનની મહત્વપૂર્ણ સાબિતી તરીકે જોવામાં આવી રહી છે.