
Ambalal Patel Prediction: ગુજરાતમાં ફરી એકવાર હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.

Rajkot Unseasonal Rain: રાજકોટ જિલ્લાના જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

Sabarkantha Unseasonal Rain: કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઈડર, હિંમતનગર અને વડાલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા અને ઝાપટા પડતા ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ છે.

સુરત જિલ્લામાં મોડી રાત્રે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખાસ કરીને ઓલપાડ તાલુકામાં ઉનાળુ ડાંગર અને બાગાયતી પાકને નુકસાન થવાની આશંકા વચ્ચે કેટલાક ખેડૂતોનું ડાંગર વરસાદમાં પલળી ગયું છે, જ્યારે સમયસર પાક મંડળીમાં પહોંચાડનારા ખેડૂતોને મોટી રાહત મળી છે.

Gujarat Rain: ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે. અમદાવાદમાં પણ આંધી-તોફાન સાથે વરસાદ શરૂ થયો છે. કાળઝાળ ગરમી બાદ અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી હતી. બપોરના 12.30 સુધી થન્ડરસ્ટોર્મની આગાહી હતી. દાહોદ-મહીસાગરમાં થન્ડરસ્ટોર્મની આગાહી હતી. જે બાદ હાલ ગુજરાતના અમુક વિસ્તાર સહિત અમદાવાદમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા...