Get News Alerts

Never miss breaking news updates.

સુરતમાં માવઠાનો માર, પવન-વીજળી સાથે વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી

સુરત જિલ્લામાં મોડી રાત્રે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખાસ કરીને ઓલપાડ તાલુકામાં ઉનાળુ ડાંગર અને બાગાયતી પાકને નુકસાન થવાની આશંકા વચ્ચે કેટલાક ખેડૂતોનું ડાંગર વરસાદમાં પલળી ગયું છે, જ્યારે સમયસર પાક મંડળીમાં પહોંચાડનારા ખેડૂતોને મોટી રાહત મળી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 02 Jun 2026 11:49 AM IST
સુરતમાં માવઠાનો માર, પવન-વીજળી સાથે વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારીસુરતમાં માવઠાનો માર, પવન-વીજળી સાથે વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી

સુરત સુરત જિલ્લામાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતા તેજ પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદના કારણે બાગાયતી પાક તેમજ ઉનાળુ ડાંગરના પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે.

ખાસ કરીને ઓલપાડ તાલુકાના ખેડૂતો માટે આ વરસાદ ચિંતાજનક સાબિત થયો છે. જોકે રાહતની વાત એ છે કે મોટા ભાગના ખેડૂતો ઉનાળુ ડાંગરની કાપણી પૂર્ણ કરી પાકને મંડળીઓ સુધી પહોંચાડી ચૂક્યા હોવાથી તેમને મોટું નુકસાન ટળ્યું છે.

બે દિવસ અગાઉ કીમ-ઓલપાડ સ્ટેટ હાઈવે પર અનેક ખેડૂતો દ્વારા ભેજવાળું ડાંગર સુકવવા માટે રોડ પર પાથરવામાં આવ્યું હતું. પરંતુ હવામાનમાં ફેરફારની આગાહી વચ્ચે મોટા ભાગના ખેડૂતો સમયસર ડાંગર ઉઠાવી લેતા પાક પલળવાથી બચી ગયો હતો.

જોકે કેટલાક ખેડૂતોનું ડાંગર હજુ રોડ પર જ રહેતા વરસાદના કારણે તે પલળી ગયું હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ જે ખેડૂતોનું ઉનાળુ ડાંગર હજુ ખેતરમાં કાપવાનું બાકી હતું, તેઓને પણ વરસાદના કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

અચાનક આવેલા આ માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે, જ્યારે નુકસાનનું ચોક્કસ ચિત્ર આગામી દિવસોમાં સામે આવશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.