
અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ટ્રાફિસ પોલીસે અને એએમસી દ્વારા એક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. 76 કિલોમીટર રિંગ રોડ પર 40 કટ બંધ કરવામાં આવ્યા છે. હવે એસજી હાઈવે ઉપર હવે 6 કટ બંધ કરવાની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. જેમાં પ્રહલાદનગર, ઈસ્કોન, વાયએમસીએ, થલેતેજ અને કર્ણાવતી કલબ નજીક આવેલા કટ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જ્યારે વિભાગોની બેઠક બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

જામનગરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના વિક્ટોરિયા પુલ નજીક સિટી બી ડિવિઝન પોલીસ અને ટ્રાફિક વિભાગે સંયુક્ત મેગા કોમ્બિંગ ડ્રાઇવ યોજી કાળા કાચ અને ફેન્સી નંબર પ્લેટ ધરાવતા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરી હતી. જોકે, આ સમગ્ર અભિયાન દરમિયાન ખાખીનો એક સંવેદનશીલ અને માનવીય ચહેરો પણ જોવા મળ્યો, જ્યારે એક નાનકડા બાળકની જીદને માન આપી પોલીસ અધિકારીઓએ તેની સાથે પ્રેમથી ફોટોગ્રાફ પડાવ્યો.

અમદાવાદમાં કાલે મોટી રાત્રે ઉસ્માનપુરા વિસ્તારમાં બે કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેના કારણે કાર ચાલકને ઈજા પહોંચી હતી. જ્યારે આસપાસના લોકો તાત્કાલિક તેમની મદદ દોડી આવ્યા હતા. ગાડી તલાસી લેતા કારના અંદર દારૂની બોટલ મળી આવી હતી. અને કાર ચાલક દારૂની નશાની હાલતમાં જોવા મળી રહ્યો હતો.