
Toxic Box Office : સાઉથ સિનેમાના સુપરસ્ટાર યશની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘Toxic’એ રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર જોરદાર શરૂઆત કરી હતી.

'Shanarthi' Movie: સાઉથ સિનેમાના જાણીતા દિગ્દર્શક અને નિર્માતા સંપથ નંદીએ પોતાની આગામી ફિલ્મ ‘શનાર્થી’ની જાહેરાત કરી છે. ફિલ્મની કહાની તેલંગાણાની ગ્રામ્ય સંસ્કૃતિ, પરંપરા અને સ્થાનિક જીવનશૈલીની આસપાસ આધારિત રહેશે. ફિલ્મની ટેગલાઇન ‘A Tale of Culture’ રાખવામાં આવી છે, જે ફિલ્મના સાંસ્કૃતિક જોડાણને દર્શાવે છે.

પ્રખ્યાત દિગ્ગજ ગાયિકા એસ. જાનકી અંમ્માના નિધનથી સમગ્ર સંગીત જગતમાં શોકની લાગણી વ્યાપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના અવસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કરતાં તેને સંગીત અને સંસ્કૃતિની દુનિયા માટે "અપૂરણીય ક્ષતિ" ગણાવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર લખ્યું કે એસ. જાનકીનો મધુર અવાજ અનેક પેઢીઓ સુધી લોકોના દિલમાં જીવંત રહેશે અને વિવિધ ભાષાઓમાં ગાયેલા તેમના ગીતો હંમેશા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતા રહેશે. તેમણે શોકગ્રસ્ત પરિવાર, ચાહકો અને સમગ્ર સંગીત જગત પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ ફરી એકવાર ચર્ચામાં આવી છે. જોકે આ વખતે કારણ તેમની કોઈ ફિલ્મ નહીં પરંતુ તેમની પ્રેગ્નન્સીને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળો છે. અભિનેત્રીની કેટલીક તાજેતરની તસવીરો વાયરલ થતાં ચાહકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.