
Narmada District Education Dropout Reduction: નર્મદા જિલ્લાએ શિક્ષણક્ષેત્રે બે અનોખી સિદ્ધિ હાંસલ કરી સમગ્ર રાજ્યમાં જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ગત મે મહિનામાં જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં નર્મદા જિલ્લાએ 90.85 ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેવી જ રીતે આજે જિલ્લાના 4,224 ડ્રોપઆઉટ થયેલા વિદ્યાર્થીઓમાંથી 3,906 વિદ્યાર્થીઓને શાળામાં પુનઃ પ્રવેશ આપી 92 ટકા ડ્રોપઆઉટ રેશિયો ઘટાડીને...

લખનૌ, 26 જુલાઈ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ ઉત્તર પ્રદેશ સરકારે પાયાના શિક્ષણમાં વિદ્યાર્થીઓ વચ્ચે રહેલા લર્નિંગ ગેપને દૂર કરવા માટે ‘કેચ-અપ શિક્ષણ અભિયાન’ને વધુ અસરકારક બનાવવાનો નિર્ણય લીધો છે. આ અભિયાન અંતર્ગત રાજ્યની તમામ સરકારી શાળાઓ, BRC, BSA કચેરીઓ અને DIETમાં કેચ-અપ શિક્ષણ, નિપુણ લક્ષ્ય, વર્ગખંડ શિક્ષણની 10 અસરકારક પદ્ધતિઓ અને રીડિંગ કેમ્પેન સાથે જોડાયેલી IEC સામગ્રી 31 જુલાઈ સુધી પ્રદર્શિત કરવામાં આવશે.

Bhavnagar Natural Agriculture Club: ભાવનગર જિલ્લામાં કૃષિ અને પર્યાવરણ જાગૃતિના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાની પ્રથમ પ્રાકૃતિક કૃષિ ક્લબનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભાવનગર તાલુકાની સરતાનપર પ્રાથમિક શાળામાં આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આ ક્લબની સ્થાપના કરવામાં આવી છે. આ...

ભારતમાં શાળા સ્તરની મોટાભાગની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને પાસ ગણાવવા માટે ઓછામાં ઓછા 33 ટકા ગુણ મેળવવા જરૂરી હોય છે. વર્ષોથી ચાલતી આ વ્યવસ્થા આજે પણ દેશના અનેક શિક્ષણ બોર્ડમાં અમલમાં છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પાસિંગ માર્ક્સ 33 ટકા જ કેમ નક્કી કરવામાં આવ્યા? 40 ટકા કે 50 ટકા કેમ નહીં?

અમદાવાદમાં સમાજસેવાના ક્ષેત્રે કાર્યરત ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મફત ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું. દાતાશ્રી ક્ષિતિશ મદનમોહનના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ માટે જરૂરી અભ્યાસ સામગ્રી આપવામાં આવી, જેના કારણે બાળકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો.