Get News Alerts

Never miss breaking news updates.

ભાવનગરમાં પ્રથમ પ્રાકૃતિક કૃષિ ક્લબનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ

Bhavnagar Natural Agriculture Club: ભાવનગર જિલ્લામાં કૃષિ અને પર્યાવરણ જાગૃતિના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાની પ્રથમ પ્રાકૃતિક કૃષિ ક્લબનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભાવનગર તાલુકાની સરતાનપર પ્રાથમિક શાળામાં આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આ ક્લબની સ્થાપના કરવામાં આવી છે. આ...
R Gajjar
R GajjarUpdated on: 02 Jul 2026 02:04 PM IST
ભાવનગરમાં પ્રથમ પ્રાકૃતિક કૃષિ ક્લબનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસભાવનગરમાં પ્રથમ પ્રાકૃતિક કૃષિ ક્લબનો પ્રારંભ, વિદ્યાર્થીઓમાં ખેતી પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ

Bhavnagar Natural Agriculture Club:  ભાવનગર જિલ્લામાં કૃષિ અને પર્યાવરણ જાગૃતિના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લાની પ્રથમ પ્રાકૃતિક કૃષિ ક્લબનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભાવનગર તાલુકાની સરતાનપર પ્રાથમિક શાળામાં આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આ ક્લબની સ્થાપના કરવામાં આવી છે. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં બાળપણથી જ ખેતી, પર્યાવરણ અને ઝેરમુક્ત જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.

કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે બાળકો દેશનું ભવિષ્ય છે. જો નવી પેઢી બાળપણથી જ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતોને સમજીને અપનાવશે તો ભવિષ્યમાં સ્વસ્થ અને તંદુરસ્ત સમાજનું નિર્માણ શક્ય બનશે. શાળા પરિસરમાં વિકસાવવામાં આવનારા કિચન ગાર્ડન દ્વારા વિદ્યાર્થીઓને પ્રાયોગિક રીતે પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ શીખવવામાં આવશે. વિદ્યાર્થીઓ જીવામૃત, ઘનજીવામૃત, ગાય આધારિત ખેતી અને સજીવ કૃષિ પદ્ધતિઓ અંગેનું વ્યવહારુ જ્ઞાન મેળવી શકશે.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ વિદ્યાર્થીઓને ખેતી માટે ઉપયોગી વિવિધ કૃષિ સાધનોનું વિતરણ પણ કર્યું હતું. સાધનો પ્રાપ્ત થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. શિક્ષણ સાથે કૃષિ સંસ્કૃતિ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો ભાવ વિકસાવવા માટે શરૂ કરાયેલી આ પહેલ ભાવનગર જિલ્લાના અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com