
Somnath Temple : પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ ધામમાં ભક્તિનો અદભુત માહોલ જોવા મળ્યો.

Nishkalank Mahadev: ભાવનગરથી આશરે 30 કિલોમીટર દૂર કોળિયાક ગામના દરિયાકાંઠે સમુદ્રની વચ્ચે બિરાજમાન નિષ્કલંક મહાદેવનું ધામ શ્રદ્ધા, આસ્થા અને પૌરાણિક માન્યતાઓનું અનોખું સંગમ છે.

Amreli: જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ નજીક દરિયા કિનારે આવેલા પૌરાણિક સરકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન સરકેશ્વર મહાદેવને સવા લાખ બીલીપત્ર અર્પણ કરી વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ ધાર્મિક પ્રસંગે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું.

Somnath Shravan Mahotsav 2026: પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘સોમનાથ શ્રાવણ મહોત્સવ 2026’ની ભક્તિભાવપૂર્વક શરૂઆત થઈ છે. સોમનાથ મંદિર પરિસરમાં શિવભક્તોના કલ્યાણ અને વિશ્વ શાંતિની ભાવના સાથે 30 દિવસ સુધી ચાલનારા 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાનના આ હાઈ-પ્રોફાઇલ પ્રવાસને ધ્યાનમાં રાખીને સમગ્ર શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વડાપ્રધાન જે માર્ગ પરથી સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચ્યા હતા તે સમગ્ર માર્ગ ભાજપના ધ્વજોથી શણગારવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી કલાકારો, શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં સોમનાથ પહોંચવા લાગ્યા હતા. ઐતિહાસિક મંદિરનગરીમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમોને જોવા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે ભક્તિ અને આસ્થાનો અદભૂત માહોલ સર્જાયો હતો. વડાપ્રધાન Narendra Modiએ સોમનાથ અમૃતપર્વ-2026 અંતર્ગત 11 પવિત્ર તીર્થોના જળથી ઐતિહાસિક કુંભાભિષેક કરીને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી.