
Wadaj Flyover Ahmedabad: અમદાવાદના વાડજ જંકશન પર ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે તૈયાર કરવામાં આવેલા ફોર લેન ફ્લાયઓવરનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ...

ગાંધીનગર: ગાંધીનગરથી કચ્છ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લાના 6 મહત્વપૂર્ણ રસ્તાઓને ફોરલેન બનાવવા માટે ₹629 કરોડની મંજૂરી આપી છે. આ નિર્ણયથી કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને પરિવહન વ્યવસ્થા સુગમ બનશે.

અમદાવાદથી ગાંધીનગર સુધી વિસ્તરનારી આ સાબરમતી રિવરફ્રન્ટ યોજના હેઠળ આશરે 37.60 કિલોમીટર વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ મુખ્યમંત્રીને પ્રોજેક્ટની પ્રગતિ અને અત્યાર સુધી પૂર્ણ થયેલા કાર્યો અંગે માહિતી આપી હતી.

અમદાવાદના એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યાથી પરેશાન વાહનચાલકો માટે સારા સમાચાર છે. YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો માર્ગ 12 જૂનથી વાહનો માટે ખુલ્લો મુકવામાં આવશે, જ્યારે 1.2 કિમી લાંબો એલિવેટેડ કોરિડોર 1 ઓગસ્ટથી સંપૂર્ણપણે જનતા માટે શરૂ થશે. આ પ્રોજેક્ટથી આશરે 2 લાખ વાહનચાલકોને રાહત મળશે.