
PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડોદરા અને નવસારીમાં યોજાનારા કાર્યક્રમો દરમિયાન તેઓ ₹35,200 કરોડથી વધુના વિકાસકાર્યોનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

મુંબઈના બાંદ્રા ઈસ્ટ રેલવે સ્ટેશન વિસ્તારમાં ચાલી રહેલી અતિક્રમણ હટાવવાની મેગા કાર્યવાહી હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. રેલવે પ્રશાસન દ્વારા અત્યાર સુધીમાં 85 ટકા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.

આજે વહેલી સવારે રાજસ્થાનના કોટામાં દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસના એક એસી કોચને અચાનક આગ લાગવાની બનાવ બન્યો હતો. આ વાતની જાણ સત્તાવાળાઓને થઈ તેમને તાત્કાલિક બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી. અને ટ્રેનના અંદર રહેલા મુસાફરોને સુરક્ષિત રીતે ટ્રેનની બહાર કાઢી દેવામાં આવ્યા હતા. પરંતુ ટ્રેનના અંદર આગ કેમ લાગી તેની તપાસ હાલ ચાલુ કરી દેવામાં આવી છે. અને ટ્રેન અધિકારીઓએ હેલ્પલાઈન નંબર પણ તાત્કાલિક જાહેર કરવી દેવામાં આવ્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈંધણ બચાવવા માટે જાહેર કરી ત્યારથી દેશના મોટા નેતાઓ બાઈક અથવા બસોમાં મુસાફરી કરી રહ્યા છે. તેવામાં રાજસ્થાનના ડેપ્યુટી મુખ્યમંત્રી દીયા કુમારીએ રવિવારે જયપુર રેલવેનો ઉપયોગ કર્યો હતો. જેમાં તે અજમેર સુધી ટ્રેનની મુસાફરી કરી હતી. આ જાણકારી તેમને પોતાના એક્સ પર પોસ્ટ કરી હતી.