
Strait Of Hormuz: હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા કુવૈતના ધ્વજવાળા ઓઇલ ટેન્કર પર અજાણ્યા પ્રક્ષેપાસ્ત્રથી હુમલો કરવામાં આવ્યો છે. આ જહાજ પર 21 ભારતીય નાવિકો સવાર હતા.

Hormuz Crisis India, Hormuz Crisis: મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને હોર્મુઝ જળમાર્ગને લઈને સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુદ્દે વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં દેશની ઊર્જા સુરક્ષા, ખાતરની ઉપલબ્ધતા, ભારતીય નાવિકોની સુરક્ષા તેમજ નિકાસ પર સંભવિત અસર જેવા મહત્વના મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી...

ઓમાનના દરિયાકાંઠા નજીક વેપારી જહાજો પર થયેલા હુમલાને લઈને ભારતે કડક વલણ અપનાવ્યું છે. વિદેશ મંત્રાલયે અમેરિકાના ચાર્જ ડી અફેર્સ જાસન મીક્સને ફરી એકવાર તલબ કરીને આ ઘટનાને લઈને સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં આ બીજી વખત છે જ્યારે ભારતે અમેરિકી રાજદ્વારી પ્રતિનિધિને સ્પષ્ટતા માટે બોલાવ્યા છે.

સમુદ્રની મધ્યમાં ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા અંધાધૂંધ ગોળીબારમાં માલવાહક વહાણ ઝપેટમાં આવી ગયું હતું. ભારે ફાયરિંગના કારણે વહાણને મોટું નુકસાન પહોંચ્યું હતું અને તે દરિયામાં ડૂબવા લાગ્યું હતું. આ દરમિયાન એન્જિન રૂમમાં ફરજ બજાવી રહેલા સલાયાના રહેવાસી અલ્તાફ તાલબ કેર ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.