Get News Alerts

Never miss breaking news updates.

Strait Of Hormuzમાં ભારતીય નાવિકો સવાર ઓઇલ ટેન્કર પર હુમલો, 21 ભારતીયો સુરક્ષિત

Strait Of Hormuz: હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા કુવૈતના ધ્વજવાળા ઓઇલ ટેન્કર પર અજાણ્યા પ્રક્ષેપાસ્ત્રથી હુમલો કરવામાં આવ્યો છે. આ જહાજ પર 21 ભારતીય નાવિકો સવાર હતા.
Nisha Parmar
Nisha ParmarUpdated on: 22 Oct 2026 09:34 AM IST
Strait Of Hormuzમાં ભારતીય નાવિકો સવાર ઓઇલ ટેન્કર પર હુમલો, 21 ભારતીયો સુરક્ષિતStrait Of Hormuzમાં ભારતીય નાવિકો સવાર ઓઇલ ટેન્કર પર હુમલો, 21 ભારતીયો સુરક્ષિત

Strait Of Hormuz

Strait Of Hormuz: હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા કુવૈતના ધ્વજવાળા ઓઇલ ટેન્કર પર અજાણ્યા પ્રક્ષેપાસ્ત્રથી હુમલો કરવામાં આવ્યો છે. આ જહાજ પર 21 ભારતીય નાવિકો સવાર હતા. રાહતની વાત એ છે કે હુમલા બાદ તમામ 21 ભારતીય નાવિકો સહિત જહાજના અન્ય ક્રૂ સભ્યો પણ સુરક્ષિત છે. કેન્દ્રીય બંદરો, જહાજવહન અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ અંગે માહિતી આપી છે.

21 ઑક્ટોબરે બની હતી ઘટના

મળતી માહિતી મુજબ, 21 ઑક્ટોબરે એમ/ટી અલ દસ્મા નામનું કુવૈતના ધ્વજવાળું ઓઇલ ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન તેના પર અજાણ્યા પ્રક્ષેપાસ્ત્રથી હુમલો થયો હતો. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર જણાવ્યું કે જહાજ પર સવાર તમામ 21 ભારતીય નાવિકો અને અન્ય ક્રૂ સભ્યો સુરક્ષિત છે.

તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. નાવિકોની સુરક્ષા અને સુખાકારી સુનિશ્ચિત કરવા માટે જહાજનું સંચાલન કરતી કંપની સાથે પણ સતત સંપર્ક જાળવવામાં આવી રહ્યો છે.

ઓમાનના બુખાથી 11 નોટિકલ માઇલ દૂર હુમલો

યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO)ના જણાવ્યા અનુસાર, આ હુમલો ઓમાનના બુખાથી આશરે 11 નોટિકલ માઇલ પશ્ચિમમાં થયો હતો. ‘ટાઇમ્સ કુવૈત’ના અહેવાલ મુજબ, હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી, જેને બાદમાં કાબૂમાં લેવામાં આવી હતી. અહેવાલ અનુસાર, ઘટના બાદ ટેન્કર તે જ વિસ્તારમાં રોકાયેલું હતું અને તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત હતા.

અગાઉ પણ ઓઇલ ટેન્કર પર થયો હતો હુમલો

ખાડી વિસ્તારમાં વ્યાપારી જહાજો પર હુમલાની ઘટનાઓ વચ્ચે આ વધુ એક બનાવ સામે આવ્યો છે. આ પહેલાં 16 ઑક્ટોબરે પણ હોર્મુઝ સ્ટ્રેટમાં કાચા તેલના ટેન્કર એમટી એસટી 3 પર પ્રક્ષેપાસ્ત્રથી હુમલો થયો હતો. આ જહાજ પર 15 ભારતીય નાવિકો સવાર હતા. તે ઘટનામાં પણ તમામ ભારતીય નાવિકો સુરક્ષિત રહ્યા હતા અને કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નહોતા.

ભારતે દરિયાઈ સુરક્ષા પર ભાર મૂક્યો

મધ્ય પૂર્વમાં વધતા સંઘર્ષ વચ્ચે ભારતે વ્યાપારી જહાજો અને નાવિકો પર થતા હુમલાઓની અનેક વખત નિંદા કરી છે. ભારતે આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં નૌકાસંચાલનની સ્વતંત્રતા જાળવવા અને દરિયાઈ વેપારનો પ્રવાહ સુરક્ષિત રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

હાલમાં એમ/ટી અલ દસ્મા પર થયેલા હુમલા પાછળ કોણ જવાબદાર છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

આ પણ વાંચો : Reliance Jamnagar refinery: જામનગરમાં મુકેશ અંબાણી અને અનંત અંબાણીએ માર્કો રુબિયોનું કર્યું સ્વાગત

AUTHOR
Nisha Parmar

Nisha Parmar

Author details are not available.