
મુંબઈ: ભારતીય રિઝર્વ બેંક (RBI) વર્ષ 2027-28 સુધી દેશમાં પોલિમર કરન્સી નોટો ચલણમાં લાવવાની દિશામાં કામ કરી રહી છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે હાલ ₹10 અને ₹20ની પોલિમર નોટોનું ફીલ્ડ ટ્રાયલ ચાલી રહ્યું છે અને તેના પરિણામોના આધારે મોટા પાયે અમલીકરણ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. મૌદ્રિક નીતિ સમિતિ (MPC)ની બેઠક બાદ મીડિયા સાથે વાતચીત દરમિયાન ગવર્નરે જણાવ્યું...

મુંબઈ: મધ્ય પૂર્વમાં વધતા ભૂરાજકીય તણાવની સીધી અસર સોમવારે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. દિવસભર વેચવાલીના દબાણ વચ્ચે સેન્સેક્સ 442.93 અંક ઘટીને 77,708.52 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 95.80 અંકના ઘટાડા સાથે 24,238.50 પર સમાપ્ત થયો. બજારમાં સૌથી વધુ દબાણ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ શેરો પર જોવા મળ્યું. નિફ્ટી પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સમાં 2.27 ટકા અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 1.22 ટકાનો...

India Direct Tax Collection: ભારતના અર્થતંત્ર માટે વધુ એક સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં 13 જુલાઈ સુધી દેશનું કુલ (Gross) ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 16.11 ટકા વધીને 7.74 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ વૃદ્ધિ પાછળ કોર્પોરેટ ટેક્સ, નોન-કોર્પોરેટ ટેક્સ અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)માં નોંધાયેલી મજબૂત વસૂલાત મુખ્ય કારણ હોવાનું સત્તાવાર આંકડાઓમાં જણાવાયું છે. રિફંડ...

ઘર ખરીદવાનું સપનું સાકાર કરવા માટે મોટાભાગના લોકો હોમ લોનનો સહારો લે છે. પરંતુ લાંબા ગાળાના હોમ લોનમાં વ્યાજનો બોજ એટલો મોટો હોય છે કે ઘણી વખત લોનની મૂળ રકમ જેટલું કે તેનાથી પણ વધુ વ્યાજ ચૂકવવું પડે છે. જોકે, નાની નાણાકીય સમજદારી અપનાવીને લાખો રૂપિયાનું વ્યાજ બચાવી શકાય છે.

કેન્દ્ર સરકારે કિંમતી ધાતુઓ પર કસ્ટમ ડ્યૂટીમાં મોટો વધારો કરતા તેની સીધી અસર બજારમાં જોવા મળી રહી છે. બુધવારે સોનું અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો નોંધાયો હતો, જેના કારણે રોકાણકારો અને જ્વેલરી બજારમાં ચિંતા સાથે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.