
ED : કર્ણાટક અને મહારાષ્ટ્રમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડિરેક્ટર રાહુલ નવીનના કાર્યકાળને વધુ એક વર્ષ માટે લંબાવ્યો છે. 8 ઓગસ્ટ 2026ના રોજ જારી કરાયેલા આદેશ અનુસાર, Appointments Committee of the Cabinetએ રાહુલ નવીન, IRSના કાર્યકાળને 13 ઓગસ્ટ 2026 બાદ વધુ એક વર્ષ માટે વધારવાની મંજૂરી આપી છે. આ એક્સટેન્શન બાદ રાહુલ નવીન 13 ઓગસ્ટ 2027 સુધી અથવા આગામી આદેશ સુધી, બેમાંથી...

Vedanta ED Raid: દેશના જાણીતા ઉદ્યોગપતિ અને વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ સાથે સંકળાયેલા અનેક સ્થળોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, FEMA (Foreign Exchange Management Act) હેઠળ સંભવિત નિયમભંગની તપાસને લઈને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ કંપની તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. FEMA હેઠળ ED ક્યારે...

Pinarayi Vijayan ED Raid: કેરળના ભૂતપૂર્વ મુખ્યમંત્રીના તિરુવનંતપુરમ નિવાસસ્થાનેથી ED અધિકારીઓ નીકળતાં હાઇ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. કન્નુરમાં પિનરાયી વિજયનના ઘરે EDના દરોડા સમાપ્ત થયા પછી, અધિકારીઓ બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ પાર્ટીના કાર્યકરોએ તેમને ગેટ પર જ અટકાવ્યા હતા. કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું અને ED અધિકારીઓને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું અને ગેટની બહાર તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું.