વેદાંતા ગ્રુપ પર EDની તાબડતોબ કાર્યવાહી, અનિલ અગ્રવાલના અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલુ



વેદાંતા ગ્રુપ પર EDની તાબડતોબ કાર્યવાહી, અનિલ અગ્રવાલના અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન ચાલુ



Vedanta ED Raid: દેશના જાણીતા ઉદ્યોગપતિ અને વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ સાથે સંકળાયેલા અનેક સ્થળોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. મીડિયા અહેવાલો અનુસાર, FEMA (Foreign Exchange Management Act) હેઠળ સંભવિત નિયમભંગની તપાસને લઈને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ કંપની તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.
FEMA હેઠળ ED ક્યારે કાર્યવાહી કરે છે?
ED સામાન્ય રીતે ત્યારે કાર્યવાહી કરે છે જ્યારે કોઈ વ્યક્તિ અથવા કંપની વિદેશી ચલણના વ્યવહારોમાં નિયમોના ઉલ્લંઘનની શંકા હેઠળ આવે છે. તેમાં ગેરકાયદેસર રીતે વિદેશમાં નાણાં મોકલવા, હવાલા વ્યવહાર, વિદેશમાં સંપત્તિ ખરીદવી અથવા વિદેશી રોકાણ સંબંધિત નિયમોનું પાલન ન કરવાના કેસો સામેલ હોય છે.
વેદાંતા ગ્રુપ દેશની મોટી ઔદ્યોગિક કંપનીઓમાં સામેલ
વેદાંતા ગ્રુપ ભારતની સૌથી મોટી એલ્યુમિનિયમ ઉત્પાદક કંપનીઓમાંની એક છે. ઉપરાંત દેશની કુલ ઝિંક જરૂરિયાતનો મોટો હિસ્સો પણ આ કંપની દ્વારા પૂરો પાડવામાં આવે છે. કંપની કેર્ન ઈન્ડિયા મારફતે ક્રૂડ ઓઈલના ઉત્પાદન ક્ષેત્રમાં પણ કાર્યરત છે. આગામી વર્ષોમાં વેદાંતા ગ્રુપ દ્વારા આશરે ₹2 લાખ કરોડના રોકાણની યોજના જાહેર કરવામાં આવી છે.
અગાઉ પણ તપાસના ઘેરામાં આવી ચૂકી છે કંપની
વેદાંતા ગ્રુપ અગાઉ પણ વિદેશી ચલણ સંબંધિત કેસોમાં તપાસનો સામનો કરી ચૂક્યું છે. વર્ષ 2004માં સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ અને તેના કેટલાક પ્રમોટર ડિરેક્ટરો સામે FERA અને FEMA નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવી હતી અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. હાલ EDની આ કાર્યવાહીથી કોર્પોરેટ અને શેરબજાર ક્ષેત્રમાં ચર્ચાઓ તેજ બની છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



