ED ડિરેક્ટર રાહુલ નવીનને એક વર્ષનું એક્સટેન્શન, ઓગસ્ટ 2027 સુધી સંભાળશે EDની કમાન

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડિરેક્ટર રાહુલ નવીનના કાર્યકાળને વધુ એક વર્ષ માટે લંબાવ્યો છે. 8 ઓગસ્ટ 2026ના રોજ જારી કરાયેલા આદેશ અનુસાર, Appointments Committee of the Cabinetએ રાહુલ નવીન, IRSના કાર્યકાળને 13 ઓગસ્ટ 2026 બાદ વધુ એક વર્ષ માટે વધારવાની મંજૂરી આપી છે. આ એક્સટેન્શન બાદ રાહુલ નવીન 13 ઓગસ્ટ 2027 સુધી અથવા આગામી આદેશ સુધી, બેમાંથી...
Rupin Bakraniya
Rupin Bakraniya
ED ડિરેક્ટર રાહુલ નવીનને એક વર્ષનું એક્સટેન્શન, ઓગસ્ટ 2027 સુધી સંભાળશે EDની કમાનED ડિરેક્ટર રાહુલ નવીનને એક વર્ષનું એક્સટેન્શન, ઓગસ્ટ 2027 સુધી સંભાળશે EDની કમાન

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ડિરેક્ટર રાહુલ નવીનના કાર્યકાળને વધુ એક વર્ષ માટે લંબાવ્યો છે. 8 ઓગસ્ટ 2026ના રોજ જારી કરાયેલા આદેશ અનુસાર, Appointments Committee of the Cabinetએ રાહુલ નવીન, IRSના કાર્યકાળને 13 ઓગસ્ટ 2026 બાદ વધુ એક વર્ષ માટે વધારવાની મંજૂરી આપી છે. આ એક્સટેન્શન બાદ રાહુલ નવીન 13 ઓગસ્ટ 2027 સુધી અથવા આગામી આદેશ સુધી, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ED ડિરેક્ટર તરીકે જવાબદારી સંભાળશે. ખાસ વાત એ છે કે આ સમયગાળો તેમની 31 જુલાઈ 2027ની સુપરએન્યુએશન તારીખ બાદની સેવા માટે પણ લાગુ પડશે.

30 વર્ષથી વધુનો અનુભવ
રાહુલ નવીન 1993 બેચના ભારતીય રાજસ્વ સેવા (IRS) અધિકારી છે. તેમણે આવકવેરા વિભાગમાં 30 વર્ષથી વધુ સમય સુધી સેવા આપી છે અને આંતરરાષ્ટ્રીય કરવેરા ક્ષેત્રના નિષ્ણાત તરીકે ઓળખાય છે. તેમણે IIT કાનપુરમાંથી B.Tech અને M.Tech કર્યું છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની Swinburne University of Technology, Melbourneમાંથી MBAની ડિગ્રી મેળવી છે. તેમની કારકિર્દીમાં આંતરરાષ્ટ્રીય કરવેરા, સરહદ પારના નાણાકીય વ્યવહારો અને વિદેશી સંપત્તિ સાથે જોડાયેલા કેસોમાં મહત્વની જવાબદારીઓ રહી છે.

Transfer Pricing અને FATFનો પણ અનુભવ
રાહુલ નવીને નવેમ્બર 2015થી નવેમ્બર 2017 દરમિયાન કમિશનર, Transfer Pricing તરીકે કામ કર્યું હતું. આ દરમિયાન વિવિધ આંતરરાષ્ટ્રીય વ્યવહારો સાથે જોડાયેલા Transfer Pricing Auditની દેખરેખ રાખી હતી. CBDTમાં પણ તેમણે Tax Policy Division અને Foreign Tax & Tax Research Divisionમાં મહત્વની જવાબદારીઓ સંભાળી હતી. આ દરમિયાન વિવિધ દેશો સાથે માહિતીના આદાન-પ્રદાન અંગેના દ્વિપક્ષીય અને બહુપક્ષીય કરારો માટેની વાટાઘાટોમાં પણ તેમણે ભાગ લીધો હતો. ઉપરાંત FATF, OECD, Global Forum અને G20ની બેઠકોમાં ભારતના પ્રતિનિધિ તરીકે પણ ભાગ લીધો હતો.

EDમાં પણ લાંબો અનુભવ
નવેમ્બર 2019માં રાહુલ નવીનની EDમાં OSD તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ નવેમ્બર 2020માં તેઓ EDમાં Special Director (HQ) બન્યા હતા. આ પદ પર તેમણે દેશભરમાં ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસોનું સંકલન, આંતરરાષ્ટ્રીય સહયોગ અને કાયદાકીય પ્રક્રિયા હેઠળ સંપત્તિની રિકવરી જેવા મહત્વના કાર્યોની દેખરેખ રાખી હતી. એટલે EDના ડિરેક્ટર બનતા પહેલાં જ તેમને આર્થિક ગુના, મની લોન્ડરિંગ, વિદેશી વ્યવહારો અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સહયોગનો લાંબો અનુભવ હતો.

સપ્ટેમ્બર 2023માં સંભાળી હતી EDની કમાન
રાહુલ નવીને 15 સપ્ટેમ્બર 2023ના રોજ ED ડિરેક્ટર તરીકે ઈન-ચાર્જ જવાબદારી સંભાળી હતી. ત્યારબાદ 14 ઓગસ્ટ 2024ના રોજ તેમને સત્તાવાર રીતે Enforcement Directorateના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે નવા એક્સટેન્શન બાદ તેઓ ઓગસ્ટ 2027 સુધી EDની કમાન સંભાળશે.

મની ટ્રેલ અને સંપત્તિ પર EDનું ફોકસ
રાહુલ નવીનના નેતૃત્વ હેઠળ EDનું ફોકસ માત્ર આરોપીઓ સુધી પહોંચવા પૂરતું ન રહીને અપરાધમાંથી મેળવેલી સંપત્તિ એટલે કે Proceeds of Crimeને ટ્રેક કરવા અને તેના પર કાર્યવાહી કરવા તરફ પણ રહ્યું છે. ED દ્વારા PMLA હેઠળની તપાસ માટે Risk-Based Approachને મજબૂત બનાવવામાં આવી છે. આ ઉપરાંત PMLA, FEMA અને FEOA સંબંધિત તપાસ અને વહીવટી પ્રક્રિયાઓમાં એકરૂપતા લાવવા માટે વ્યાપક માર્ગદર્શિકા અને મેન્યુઅલ તૈયાર કરવામાં આવ્યા છે.

ટેક્નોલોજી અને ફોરેન્સિક ક્ષમતા વધારવા પર ભાર
ED દ્વારા ટેક્નિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં ફોરેન્સિક લેબ, ડેટા સેન્ટર અને ઈન્ટેલિજન્સ સિસ્ટમ જેવી ક્ષમતાઓને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. સાથે જ દેશભરમાં EDના વિવિધ પ્રાદેશિક અને ઝોનલ કાર્યાલયોની ટેક્નિકલ તથા માનવ સંસાધન ક્ષમતા વધારવા પર પણ કામ કરવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય સહયોગમાં પણ વધારો
રાહુલ નવીનના અનુભવનો એક મહત્વનો હિસ્સો આંતરરાષ્ટ્રીય નાણાકીય સહયોગ સાથે જોડાયેલો છે. વિવિધ દેશોની નાણાકીય ગુના તપાસ એજન્સીઓ સાથે સહયોગ વધારવા પર ED દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે. મની લોન્ડરિંગ અને નાણાકીય ગુનાઓ સામેની તપાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માહિતીના આદાન-પ્રદાનને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે.

આગામી એક વર્ષમાં મોટો પડકાર
હવે 2027 સુધીના કાર્યકાળ દરમિયાન ED સામે ડિજિટલ ફ્રોડ, ક્રિપ્ટો, શેલ કંપનીઓ, હવાલા નેટવર્ક, વિદેશી ખાતાઓ અને સરહદ પારના મની લોન્ડરિંગ જેવા બદલાતા આર્થિક ગુનાઓને પહોંચી વળવાનો પડકાર રહેશે. રાહુલ નવીનનો આંતરરાષ્ટ્રીય કરવેરા, FATF, મની લોન્ડરિંગ તપાસ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સહયોગનો અનુભવ આગામી સમયગાળામાં ED માટે મહત્વપૂર્ણ બની શકે છે.