
ઉત્તર પ્રદેશ સરકારે મંગળવારે વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે ₹59,019.54 કરોડનું પૂરક બજેટ રજૂ કર્યું છે. નાણાં અને સંસદીય કાર્યમંત્રી સુરેશ ખન્નાએ ગૃહમાં બજેટ રજૂ કર્યું હતું. તેમાં ઊર્જા, ઔદ્યોગિક વિકાસ, આરોગ્ય, કૃષિ અને સમાજ કલ્યાણ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો માટે વધારાની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે.

ગુજરાતે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં પોતાની અગ્રણી ઓળખ વધુ મજબૂત બનાવી છે. નવી અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ગુજરાતે પવન ઊર્જાની સ્થાપિત ક્ષમતા અને વીજ ઉત્પાદન બંનેમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં LPGના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં ભારતના ગ્રાહકોને હજુ પણ ઘરેલુ ગેસ સિલિન્ડર તુલનાત્મક રીતે ઓછી કિંમતે મળી રહ્યો છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના જણાવ્યા અનુસાર 14.2 કિલોગ્રામના એક ઘરેલુ LPG સિલિન્ડરને ગ્રાહકના ઘર સુધી પહોંચાડવાનો ખર્ચ હવે ₹1600થી વધુ થઈ ગયો છે, પરંતુ ગ્રાહકો પાસેથી તેની સામે ઘણો ઓછો ભાવ લેવામાં આવે છે