
એવરસ્ટોન ગ્રુપના અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી જયંત સિન્હાએ જણાવ્યું છે કે ભારતે કાચા તેલ પર પોતાની નિર્ભરતા ઘટાડવી પડશે અને નવીનીકરણીય ઊર્જામાં મોટા પાયે રોકાણ કરવું પડશે. તેમણે કહ્યું કે વૈશ્વિક કાચા તેલના ભાવમાં કોઈપણ મોટો વધારો તેલ આયાત કરતા દેશોની આર્થિક સ્થિરતા પર સીધી અસર કરે છે. તેનાથી ઉત્પાદન ખર્ચ વધવાની સાથે વિવિધ ક્ષેત્રોમાં મોંઘવારીનું દબાણ પણ વધી શકે છે.

ભારતની મજબૂત આર્થિક વૃદ્ધિ હવે વૈશ્વિક સ્તરે પણ ચર્ચાનો વિષય બની રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક ગણાવી તેની પ્રશંસા કરી છે. સાથે જ તેમણે અમેરિકા માટે પણ વધુ ઝડપી આર્થિક વિકાસનું લક્ષ્ય નક્કી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

આ નવી સ્માર્ટ GIDC ભરૂચ, નવસારી, સુરત, તાપી અને વલસાડ જિલ્લાઓના કુલ 8 અલગ-અલગ સ્થળોએ વિકસાવવામાં આવશે. અંદાજે 5380 એકર વિસ્તારમાં ફેલાયેલી આ GIDCમાં આધુનિક અને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ કોન્ફરન્સ દ્વારા દક્ષિણ ગુજરાતના વિકાસને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારની સ્પષ્ટ નીતિઓ અને મજબૂત અમલીકરણ ક્ષમતાના કારણે ગુજરાત ઉદ્યોગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વસમાવેશક વિકાસના માર્ગે સતત આગળ વધી રહ્યું છે.