
નવી દિલ્હી: ભારતે સોલર એનર્જી ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર વર્ષ 2025 દરમિયાન દેશે 37 ગીગાવોટ નવી સોલર ક્ષમતા ઉમેરતા અમેરિકા પાછળ રહી ગયું છે અને ભારત હવે વિશ્વનું બીજું સૌથી ઝડપથી વિકસતું સોલર એનર્જી માર્કેટ બની ગયું છે. સરકારી આંકડા મુજબ, વર્ષ 2014માં માત્ર 3 ગીગાવોટ રહેલી સોલર ક્ષમતા 30 જૂન 2026...

ભારતમાં સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) એટલે કે ગ્રીન જેટ ફ્યુઅલના ઉત્પાદન માટે વિશાળ સંભાવનાઓ હોવાનું એક નવા અભ્યાસમાં સામે આવ્યું છે. યુસી બર્કલેના IECC અને એનર્જી ઇનોવેશનના સંયુક્ત અભ્યાસ મુજબ ભારત પોતાની મજબૂત રિન્યૂએબલ એનર્જી ક્ષમતાના આધારે વૈશ્વિક સરેરાશ ખર્ચની તુલનામાં લગભગ 40 ટકા ઓછી કિંમતે ગ્રીન જેટ ફ્યુઅલનું ઉત્પાદન કરી શકે છે.

લદ્દાખના પુગા ખીણ વિસ્તારમાં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)એ બીજા ભૂ-તાપીય (જિયોથર્મલ) કૂવાના ડ્રિલિંગનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ભારતના પ્રથમ 1 મેગાવોટ ક્ષમતાવાળા પાયલટ જિયોથર્મલ વીજ ઉત્પાદન પ્લાન્ટના વિકાસ માટે આ મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.

BRICS-2026ની અધ્યક્ષતા સંભાળવા જઈ રહેલા ભારતે વૈશ્વિક ઊર્જા ક્ષેત્રને લઈને મોટું વિઝન રજૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત ગ્લોબલ સાઉથના દેશોને સુરક્ષિત, મજબૂત, સમાન અને ટકાઉ ઊર્જા ભવિષ્યના કેન્દ્રમાં રાખીને કામ કરશે.

આ યોજનાની જાહેરાત ગયા વર્ષે Narendra Modiએ એકતા નગર ખાતે યોજાયેલા રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમ દરમિયાન કરી હતી. તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના વિસ્તારોમાં 1,000 આદિવાસી પરિવારો સુધી બાયોગેસ પ્લાન્ટ પહોંચાડવાની જાહેરાત કરી હતી. યોજનાની સંપૂર્ણ કિંમત સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહી છે, જ્યારે લાભાર્થી પરિવારોને પ્લાન્ટ માટે જરૂરી ખાડા ખોદવા માટે શ્રમદાન કરવાનું રહેશે.