ગ્રીન જેટ ફ્યુઅલ ઉત્પાદનમાં ભારતને મોટી તક, વૈશ્વિક સરેરાશ કરતાં 40% ઓછી કિંમતે ઉત્પાદન શક્ય: રિપોર્ટ

ભારતમાં સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) એટલે કે ગ્રીન જેટ ફ્યુઅલના ઉત્પાદન માટે વિશાળ સંભાવનાઓ હોવાનું એક નવા અભ્યાસમાં સામે આવ્યું છે. યુસી બર્કલેના IECC અને એનર્જી ઇનોવેશનના સંયુક્ત અભ્યાસ મુજબ ભારત પોતાની મજબૂત રિન્યૂએબલ એનર્જી ક્ષમતાના આધારે વૈશ્વિક સરેરાશ ખર્ચની તુલનામાં લગભગ 40 ટકા ઓછી કિંમતે ગ્રીન જેટ ફ્યુઅલનું ઉત્પાદન કરી શકે છે.
Growth Now News
Growth Now News
ગ્રીન જેટ ફ્યુઅલ ઉત્પાદનમાં ભારતને મોટી તક, વૈશ્વિક સરેરાશ કરતાં 40% ઓછી કિંમતે ઉત્પાદન શક્ય: રિપોર્ટગ્રીન જેટ ફ્યુઅલ ઉત્પાદનમાં ભારતને મોટી તક, વૈશ્વિક સરેરાશ કરતાં 40% ઓછી કિંમતે ઉત્પાદન શક્ય: રિપોર્ટ

ભારતમાં સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) એટલે કે ગ્રીન જેટ ફ્યુઅલના ઉત્પાદન માટે વિશાળ સંભાવનાઓ હોવાનું એક નવા અભ્યાસમાં સામે આવ્યું છે. યુસી બર્કલેના IECC અને એનર્જી ઇનોવેશનના સંયુક્ત અભ્યાસ મુજબ ભારત પોતાની મજબૂત રિન્યૂએબલ એનર્જી ક્ષમતાના આધારે વૈશ્વિક સરેરાશ ખર્ચની તુલનામાં લગભગ 40 ટકા ઓછી કિંમતે ગ્રીન જેટ ફ્યુઅલનું ઉત્પાદન કરી શકે છે.

રિપોર્ટ મુજબ ભારત પાવર-એન્ડ-બાયોમાસ-ટુ-લિક્વિડ્સ (PBTL) ટેક્નોલોજી દ્વારા કાચા તેલની આયાત પરની નિર્ભરતા ઘટાડીને મોટું નિકાસ બજાર ઊભું કરી શકે છે. અંદાજ પ્રમાણે વર્ષ 2030 સુધીમાં એસએએફ ક્ષેત્રમાં 9 અબજ ડોલર અને 2040 સુધીમાં 30 અબજ ડોલરના નિકાસના અવસર ઊભા થઈ શકે છે.

અભ્યાસમાં જણાવાયું છે કે ભારતમાં દર વર્ષે મોટી માત્રામાં વધારાના પાક અવશેષો ઉત્પન્ન થાય છે, જેને ખેડૂતો ઘણીવાર સળગાવી દે છે. જો આ વધારાના પાક અવશેષોમાંથી માત્ર 4 ટકા એકત્રિત કરવામાં આવે તો તેનાથી વિશ્વની કુલ એસએએફ જરૂરિયાતના આશરે 25 ટકા જેટલું ઉત્પાદન શક્ય બની શકે છે. આથી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી તેમજ વધારાની આવકના નવા અવસર પણ ઊભા થઈ શકે છે.

ભારત સરકારે વર્ષ 2030 સુધીમાં વિમાન ઈંધણમાં 5 ટકા એસએએફ મિશ્રણનું લક્ષ્ય નક્કી કર્યું છે, જે દેશના સ્વચ્છ ઊર્જા પરિવર્તન અને વૈશ્વિક નિકાસ ક્ષમતાને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ બનશે.