ભારતે સોલર એનર્જીમાં રચ્યો નવો ઈતિહાસ, અમેરિકાને પાછળ છોડી બન્યું વિશ્વનું બીજું સૌથી ઝડપથી વિકસતું માર્કેટ

નવી દિલ્હી: ભારતે સોલર એનર્જી ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર વર્ષ 2025 દરમિયાન દેશે 37 ગીગાવોટ નવી સોલર ક્ષમતા ઉમેરતા અમેરિકા પાછળ રહી ગયું છે અને ભારત હવે વિશ્વનું બીજું સૌથી ઝડપથી વિકસતું સોલર એનર્જી માર્કેટ બની ગયું છે. સરકારી આંકડા મુજબ, વર્ષ 2014માં માત્ર 3 ગીગાવોટ રહેલી સોલર ક્ષમતા 30 જૂન 2026...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

નવી દિલ્હી: ભારતે સોલર એનર્જી ક્ષેત્રમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર વર્ષ 2025 દરમિયાન દેશે 37 ગીગાવોટ નવી સોલર ક્ષમતા ઉમેરતા અમેરિકા પાછળ રહી ગયું છે અને ભારત હવે વિશ્વનું બીજું સૌથી ઝડપથી વિકસતું સોલર એનર્જી માર્કેટ બની ગયું છે. સરકારી આંકડા મુજબ, વર્ષ 2014માં માત્ર 3 ગીગાવોટ રહેલી સોલર ક્ષમતા 30 જૂન 2026 સુધીમાં 162.15 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે. આ વૃદ્ધિ દેશના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં થયેલા મોટા પરિવર્તનનું પ્રતિબિંબ છે.

સોલર ક્ષેત્રમાં સૌથી મોટો ફેરફાર વીજળીના દરોમાં જોવા મળ્યો છે. ઈ-રિવર્સ ઓક્શન સિસ્ટમના કારણે વર્ષ 2010માં આશરે ₹18 પ્રતિ યુનિટ રહેલો સોલર વીજળીનો દર ઘટીને ₹2.44 પ્રતિ યુનિટના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો છે. પરિણામે ભારત વિશ્વના સૌથી ઓછા ખર્ચવાળા સોલર પાવર માર્કેટમાં સામેલ થયું છે. સરકારે તાજેતરમાં 'પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજના'ને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ 5,000 મેગાવોટ ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ્સ તથા 10,000 મેગાવોટ એનર્જી સ્ટોરેજ ક્ષમતા વિકસાવવામાં આવશે. આ માટે ₹5,070 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને યોજના વર્ષ 2026-27થી 2030-31 દરમિયાન અમલમાં રહેશે.

દેશમાં હાલમાં 118.79 ગીગાવોટ મોટા સોલર પાર્ક, 27.88 ગીગાવોટ રૂફટોપ સોલર સિસ્ટમ, તેમજ હાઇબ્રિડ અને ઓફ-ગ્રીડ સોલર પ્રોજેક્ટ્સ કાર્યરત છે. રાજસ્થાનનું ભાદલા સોલર પાર્ક, કર્ણાટકનું પાવગાડા સોલર પાર્ક અને મધ્ય પ્રદેશનું રીવા અલ્ટ્રા મેગા સોલર પાર્ક દેશના સૌથી મોટા પ્રોજેક્ટ્સમાં સામેલ છે. સરકારના જણાવ્યા મુજબ ભારતની કુલ ગેર-જીવાશ્મ ઈંધણ આધારિત ઊર્જા ક્ષમતા 283.46 ગીગાવોટ સુધી પહોંચી છે, જેમાંથી 274.68 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી છે. ભારતે વર્ષ 2030 સુધી 500 ગીગાવોટ ગેર-જીવાશ્મ ઊર્જા ક્ષમતા અને વર્ષ 2070 સુધી નેટ-ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય નક્કી કર્યું છે.