
Surat માં નેશનલ હાઈવે-48 પર માત્ર પાંચ વર્ષ પહેલાં બનેલા ઓવરબ્રિજને તોડી પાડવાની નોબત આવી છે.

અમદાવાદમાં જૂના સુભાષ બ્રિજને દૂર કરવાની કામગીરીમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. તંત્ર દ્વારા બ્રિજના ત્રણ સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન કરીને તેને સફળતાપૂર્વક નદીના પટમાં ઉતારવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના વિના કામગીરી પૂર્ણ થતાં હવે કાટમાળ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

અમદાવાદમાં બ્રિજના નવનિર્માણના માર્ગમાં આવતા ધાર્મિક સ્થળો તેમજ કાચા-પાકા દબાણોને પણ વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે. સમજાવટ અને કાયદેસરની કાર્યવાહી બાદ આ તમામ અવરોધોને હટાવી પ્રોજેક્ટ માટે માર્ગ મોકળો કરવામાં આવ્યો છે.