સુભાષ બ્રિજના ત્રણ સ્પાનનું સફળ ડિમોલિશન, કોઈ અનિચ્છનીય ઘટના વિના કામગીરી પૂર્ણ



સુભાષ બ્રિજના ત્રણ સ્પાનનું સફળ ડિમોલિશન, કોઈ અનિચ્છનીય ઘટના વિના કામગીરી પૂર્ણ



અમદાવાદ: શહેરમાં નવા સુભાષ બ્રિજના નિર્માણ માટે જૂના સુભાષ બ્રિજને દૂર કરવાની કામગીરીમાં મહત્વપૂર્ણ સફળતા મળી છે. તંત્ર દ્વારા બ્રિજના ત્રણ સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ કરવામાં આવ્યું છે. સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના સર્જાઈ નહોતી, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

ડિમોલિશન દરમિયાન બ્રિજના ત્રણેય સ્પાનને સફળતાપૂર્વક નદીના પટમાં ઉતારવામાં આવ્યા હતા. કામગીરી માટે અગાઉથી સુરક્ષાના તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા હતા અને સમગ્ર પ્રક્રિયા નિષ્ણાતોની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી.
ત્રણેય સ્પાન ઉતાર્યા બાદ હવે નદીના પટમાં પડેલા કાટમાળ (ડેબ્રીઝ)ને દૂર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા આગામી તબક્કાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
સુભાષ બ્રિજને દૂર કરવાની આ પ્રક્રિયા શહેરમાં ચાલી રહેલા નવા બ્રિજના નિર્માણ કાર્યનો મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવી રહ્યો છે.




