
છોટાઉદેપુર: લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)એ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા પંચાયત કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવી બાંધકામ શાખાના અધિક મદદનીશ ઇજનેરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર, કવાંટ તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઇજનેર હર્ષવર્ધન કાશીરામ પટેલે ધારાસભ્ય ગ્રાન્ટ હેઠળ મંજૂર થયેલા સંરક્ષણ દિવાલ અને મજૂર કલ્યાણ કેન્દ્ર હોલના બિલ મંજૂર કરવા બદલ 5...

અમદાવાદમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી ભદ્ર સ્થિત સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના આસિસ્ટન્ટ ક્લાર્કને ₹10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદીના પક્ષમાં કાર્યવાહી કરાવી આપવાના બહાને લાંચની માંગણી કરવામાં આવી હોવાનું ACBની તપાસમાં સામે આવ્યું છે.

સુરત મહાનગરપાલિકાના નિવૃત્ત આસિસ્ટન્ટ ઈજનેર રસીકભાઈ મગનભાઈ પટેલ સામે ભ્રષ્ટાચાર નિવારણ બ્યુરો (ACB)એ અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધ્યો છે. તપાસમાં તેમની કાયદેસરની આવક કરતાં રૂ. 68.98 લાખની વધુ સંપત્તિ હોવાનું સામે આવતા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઉધના સાઉથ ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશ મોદીને પાણીની લાઇનના કામનું બિલ મંજૂર કરવા બદલ ₹45 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ જ અધિકારી વર્ષ 2021માં પણ લાંચ લેતા ઝડપાયો હતો. બીજી વખત ACBના જાળમાં ફસાતા મનપાના તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.