
Danilimda Police Station Fire: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી પોલીસ સ્ટેશનની પાછળના ભાગે આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગમાં 20થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.

Ahmedabad News: અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં આરોગ્ય ભવનની સામે આવેલી ગેસ એજન્સીમાં ગુરુવારે સાંજના સમયે આગ લાગવાની ઘટના બનતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

અમદાવાદના ઇસનપુર-નારોલ હાઇવે પર આવેલી બાલાજી એસ્ટેટમાં આજે અચાનક ભીષણ આગની ઘટના સર્જાતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. નેલ પોલિશ બનાવતી કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આ આગને કાબૂમાં લેવા ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી.

અમદાવાદના નરોડા GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાની ગંભીર ઘટના બની છે. MSN ઇન્ટરમીડિયેટ પ્રાઇવેટ લિમિટેડની ફેક્ટરીમાં હાઇડ્રોજન અને બેન્ઝીન સોલવન્ટ ટાંકીમાં દબાણ વધતાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં 4 કર્મચારીઓ ઘાયલ થયા છે, જેમાંથી 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.