
India vs Afghanistan T20 Series 2026: ભારત સામે સપ્ટેમ્બરમાં રમાનારી ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝ માટે અફઘાનિસ્તાને પોતાની ટીમની જાહેરાત કરી છે.

ભારતે અફઘાનિસ્તાન સામેની બીજી વન-ડે મેચમાં 170 રને ભવ્ય જીત નોંધાવી હતી. આ જીતમાં વિકેટકીપર બેટ્સમેન Ishan Kishanએ 125 રનની તોફાની ઇનિંગ્સ રમી મહત્વની ભૂમિકા ભજવી હતી. લાંબા સમય બાદ વન-ડે ટીમમાં વાપસી કરનાર ઈશાને જણાવ્યું કે ફરી એકવાર ટીમ ઈન્ડિયાની જર્સી પહેરી મેદાનમાં ઉતરવું તેના માટે ગર્વની ક્ષણ છે.

ભારતે ન્યૂ ચંદીગઢમાં રમાયેલી ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાન સામે ઇનિંગ્સ અને 300 રનની વિશાળ જીત મેળવી છે. આ જીત સાથે ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પોતાની સૌથી મોટી જીતનો નવો રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે ડેબ્યૂ કરનાર માનવ સુથારે મેચમાં કુલ 7 વિકેટ ઝડપી હતી.

ભારતના યુવા સ્પિનર માનવ સુથારે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર એન્ટ્રી કરી છે. અફઘાનિસ્તાન સામે ડેબ્યૂ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 33 રનમાં 6 વિકેટ ઝડપી તેણે ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

ભારતીય ટીમના નવા કેપ્ટન શુભમન ગિલે ટોસ જીત્યા બાદ કહ્યું કે પિચ ધીમે ધીમે ધીમી અને નીચી બનવાની શક્યતા છે, તેમજ ગરમી અને ભેજને ધ્યાનમાં રાખીને પહેલા બેટિંગ કરવું યોગ્ય રહેશે. તેમણે આ પણ જણાવ્યું કે આ મેદાન પર રમવું તેમના માટે ખાસ છે, કારણ કે તેઓ અહીં રમતા-રમતા મોટા થયા છે. ગિલે ટીમ કોમ્બિનેશનને મહત્વ આપતાં જણાવ્યું કે આગામી સમયમાં ભારતને ઘણા ટેસ્ટ મેચ રમવાના છે, તેથી યોગ્ય સંતુલન બનાવવું જરૂરી છે. આ મેચમાં માનવ સુથારને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી છે.