
Rajkot crime: સગીરા સાથે દુષ્કર્મની વધુ એક ગંભીર ફરિયાદ સામે આવી છે. આ મામલે રાજકોટના બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દુષ્કર્મના આરોપી સહિત સગીરાને કારમાં લઈ જવામાં મદદ કરનાર તેના મિત્રની પણ ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.

માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપને પગલે ચકચાર મચી છે. પરિવારની ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં તેની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદ: આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાને ધમકાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદના કેસમાં પોલીસે આરોપી સિક્યુરિટી ગાર્ડ ધરમસિંહને ઝડપી પાડ્યો છે. સ્થાનિક પોલીસ, એલસીબી અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની 10થી વધુ ટીમોએ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અરવલ્લી જિલ્લામાં ભાડા કરાર પર ટ્રેક્ટર લેવાના કૌભાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે. LCB, માલપુર અને મેઘરજ પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં પોલીસે કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ખેડૂતો પાસેથી ભાડા કરાર પર ટ્રેક્ટરો મેળવ્યા બાદ તેને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સસ્તા ભાવે વેચી દેતા હતા.

મદાવાદ શહેરમાં બનતા ચોરીના ગુનાઓને રોકવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખાનગી બાતમીના આધારે કુબેરનગરના કવલરામ પાર્ક વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.