ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઓઢવ કેસમાં એક આરોપીને દબોચ્યો



ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઓઢવ કેસમાં એક આરોપીને દબોચ્યો



અમદાવાદ: શહેર ક્રાઈમ બ્રાન્ચે ઓઢવ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં બનતા ચોરીના ગુનાઓને રોકવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ખાનગી બાતમીના આધારે કુબેરનગરના કવલરામ પાર્ક વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પોલીસે ચોરીના કેસમાં સંડોવાયેલા આરોપીને ચોરીના માલસામાન સાથે રંગેહાથ પકડી લીધો હતો. આરોપી પાસેથી કલરની ડોલો સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે.
પકડાયેલ આરોપીની ઓળખ આદિત્ય ઉર્ફે આદી રામરાજસિંગ બાબુસિંગ રાજપૂત (ઉ.વ. 21), રહે. કવલરામ પાર્ક, બંગ્લા એરિયા, કુબેરનગર, અમદાવાદ શહેર તરીકે થઈ છે.
ક્રાઈમ બ્રાન્ચે આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ઓઢવ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.




