
AMTS Feeder Route 8 and 9 Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા અમદાવાદ શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા તેમજ મેટ્રો મુસાફરોને સરળ અને સુગમ કનેક્ટિવિટી પૂરી પાડવાના હેતુથી નવા ફીડર બસ રૂટ-8 (સર્ક્યુલર) અને ફીડર રૂટ-9 (એન્ટી સર્ક્યુલર) શરૂ કરવામાં આવ્યા છે. નવા ફીડર રૂટનું લોકાર્પણ આજે તા. 15 ઓગસ્ટ, 2026ના રોજ સવારે મહારાણા પ્રતાપ ચોક, ભાલકેશ્વર...

અમદાવાદમાં મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા AMCએ કડક પગલું ભર્યું છે. બેફામ ડ્રાઇવિંગ, ટ્રાફિક નિયમોના ભંગ અને મુસાફરો સાથે ગેરવર્તન જેવી ફરિયાદો સાચી ઠરતાં AMTS અને BRTSના 13 બસ ડ્રાઇવરોને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (Ahmedabad Municipal Transport Service - AMTS) દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ મેચના દિવસે કુલ 130 બસો 21 રૂટ્સ પર દોડાવવામાં આવશે. તેમાં 80 બસો 15 નિયમિત રૂટ્સ પર અને 50 બસો 6 વિશેષ નાઈટ રૂટ્સ પર કાર્યરત રહેશે.

નવી ટેક્નોલોજી દ્વારા રસ્તા પર કચરો, પાણી ભરાવા, ખાડા, ખુલ્લા મેનહોલ, હેલ્મેટ વગરના વાહનચાલક, વાંકી દિશામાં ડ્રાઈવિંગ, ગેરકાયદે પાર્કિંગ, સ્ટ્રીટલાઈટ ફોલ્ટ, ટ્રાફિક સિગ્નલ ખામી સહિતની અનેક સમસ્યાઓ રિયલ ટાઈમમાં ઓળખી તરત જ AMC સર્વર પર એલર્ટ મોકલવામાં આવશે.

AMTSની સર્ક્યુલર રૂટ બસ નંબર 400 લાલ દરવાજાથી લાલ દરવાજા તરફ જઈ રહી હતી ત્યારે નારણપુરા ક્રોસિંગ નજીક આ અકસ્માત થયો હતો. અચાનક બ્રેક ફેલ થતાં બસે આગળ જઈ રહેલી કાર અને બે મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી.