
Odishaમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ નોંધપાત્ર સફળતા મેળવી છે. આ જીત બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંગઠનના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા છે.

Ahmedabad : અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં દ્રોણાચાર્ય એકેડમી ઓફ શૂટિંગ એન્ડ આર્ચરી સહિત વિવિધ વિકાસકાર્યોમાં મોટાપાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો લાગ્યા.

DUSU: ચૂંટણીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ ચાર પૈકી ત્રણ મુખ્ય પદો પર જીત મેળવી છે. આ પરિણામ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ABVPના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા.

Jamnagar: ઝારખંડમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના વિરોધમાં જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ડી.કે.વી. સર્કલ ખાતે ABVPના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા અને ઝારખંડ પોલીસની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો.

જામનગરની ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓના હિતના પ્રશ્નોને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મેદાનમાં ઉતરી છે. બોયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પડતી વિવિધ સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણની માંગ સાથે ABVP દ્વારા કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ABVPના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI)એ દાવો કર્યો છે કે તેમના સતત વિરોધ અને દબાણ બાદ સરકારને આખરે NEET પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો. જોકે NSUIનું કહેવું છે કે માત્ર પરીક્ષા રદ કરવાથી ન્યાય પૂર્ણ થતો નથી. જ્યાં સુધી પેપર લીક કરનાર નેટવર્ક, તેમાં સંડોવાયેલા લોકો અને NTAની જવાબદારી નક્કી નહીં થાય ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે.