
Somnath News : ગીર સોમનાથ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં દિવાળીના પવિત્ર પર્વ અને વેકેશન દરમિયાન શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.

Somnath Tiranga Bike Rally: ગીર સોમનાથ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરતી ભવ્ય તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથના પવિત્ર મંદિર પરિસરથી શરૂ થયેલી આ રેલીમાં પોલીસ વિભાગના અધિકારીઓ, પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર જોડાઈને રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો હતો. સોમનાથના આ પવિત્ર ધામમાં એક તરફ ધર્મધ્વજ લહેરાતો હતો,...

Somnath Shravan Mahotsav 2026: પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘સોમનાથ શ્રાવણ મહોત્સવ 2026’ની ભક્તિભાવપૂર્વક શરૂઆત થઈ છે. સોમનાથ મંદિર પરિસરમાં શિવભક્તોના કલ્યાણ અને વિશ્વ શાંતિની ભાવના સાથે 30 દિવસ સુધી ચાલનારા 51 કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે.

સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આ વર્ષે ભવ્ય 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા.13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2026 સુધી સોમનાથમાં શ્રાવણ મહિનો ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન બનશે. દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન માટે ઉમટશે ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિશાળ તૈયારીઓ કરવામાં આવી છે.