
અમરેલીના જાફરાબાદમાં પશુ ચરાવવા ગયેલા શિનુભાઈ બારૈયા પર સિંહે હુમલો કર્યો. વનવિભાગે સિંહનું લોકેશન મેળવવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

Girnar Yatra Registration: ગિરનાર પર્વત પર ચઢતા યાત્રીઓની સુરક્ષાને લઈને શરૂ કરવામાં આવેલી રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાલ બંધ કરી દેવામાં આવી છે. સિંહના હુમલામાં બાળકના મોત બાદ ગિરનાર સીડી પર યાત્રીઓની...

Lion Attack: અમરેલી જિલ્લામાં સિંહોની હિલચાલ પર નજર રાખવા માટે ચાલી રહેલી કામગીરી દરમિયાન ટ્રેકર પર સિંહણે અચાનક હુમલો કર્યાની ઘટના સામે આવી છે. અમરેલીના ચાંદગઢ સીમ વિસ્તારમાં રુટિન સ્કેનિંગ કામગીરી દરમિયાન બનેલી આ ઘટનામાં ટ્રેકર ઘોસાભાઈ હુપરને ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ તેમને તાત્કાલિક અમરેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

જામનગર: ગીર પંથકમાં યુવક પર થયેલા સિંહના હુમલાની ઘટનાને લઈને રાજ્યસભાના સાંસદ પરીમલ નથવાણીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ ઘટનાને દુઃખદ અને ચિંતાજનક ગણાવી જણાવ્યું કે આવી ઘટનાઓ ટાળવા માટે દરેક વ્યક્તિએ જવાબદારીપૂર્વક વર્તન કરવું જરૂરી છે. પરીમલ નથવાણીએ જણાવ્યું કે સિંહ અને સિંહણના પ્રજનન (મેટિંગ) સમયગાળા દરમિયાન તેઓ વધુ સંવેદનશીલ અને આક્રમક સ્વભાવના બની શકે છે. આવા સમયે...