Get News Alerts

Never miss breaking news updates.

Junagadh: હાલ ગિરનાર સીડી પર રજીસ્ટ્રેશન બંધ કરાયું, સિંહે બાળકને ફાડી ખાધા યાત્રીઓની સુરક્ષા માટે શરૂ કર્યું હતું

Girnar Yatra Registration: ગિરનાર પર્વત પર ચઢતા યાત્રીઓની સુરક્ષાને લઈને શરૂ કરવામાં આવેલી રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાલ બંધ કરી દેવામાં આવી છે. સિંહના હુમલામાં બાળકના મોત બાદ ગિરનાર સીડી પર યાત્રીઓની...
R Gajjar
R GajjarUpdated on: 28 Sep 2026 04:21 PM IST
Junagadh: હાલ ગિરનાર સીડી પર રજીસ્ટ્રેશન બંધ કરાયું, સિંહે બાળકને ફાડી ખાધા યાત્રીઓની સુરક્ષા માટે શરૂ કર્યું હતુંJunagadh: હાલ ગિરનાર સીડી પર રજીસ્ટ્રેશન બંધ કરાયું, સિંહે બાળકને ફાડી ખાધા યાત્રીઓની સુરક્ષા માટે શરૂ કર્યું હતું

Girnar Yatra Registration

Girnar Yatra Registration: ગિરનાર પર્વત પર ચઢતા યાત્રીઓની સુરક્ષાને લઈને શરૂ કરવામાં આવેલી રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાલ બંધ કરી દેવામાં આવી છે. સિંહના હુમલામાં બાળકના મોત બાદ ગિરનાર સીડી પર યાત્રીઓની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને સવાલો ઉઠ્યા હતા. ત્યારબાદ પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે યાત્રીઓનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું.

સુરક્ષા માટે શરૂ કરાયું હતું રજિસ્ટ્રેશન

સિંહના હુમલાની ઘટના બાદ ગિરનાર પર જતા યાત્રીઓની સંખ્યા અંગે ચોક્કસ માહિતી મળી રહે અને તેમની સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બને તે હેતુથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, હવે આ રજિસ્ટ્રેશન અચાનક બંધ કરી દેવામાં આવતા વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. હાલ ગિરનાર સીડી પર યાત્રીઓની અવરજવર ચાલુ છે અને સુરક્ષા માટે ટ્રેકરોની ટીમ પણ તૈનાત હોવાનું જણાવાયું છે. જોકે, ગિરનાર પર એકસાથે કુલ કેટલા યાત્રીઓ ચઢી રહ્યા છે તેની ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી.

રજિસ્ટ્રેશન પ્રાયોગિક ધોરણે હતું: નાયબ કલેક્ટર

રજિસ્ટ્રેશન બંધ કરવા અંગે નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે યાત્રીઓ માટે શરૂ કરાયેલું રજિસ્ટ્રેશન પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યું હતું. હવે કાયમી ધોરણે રજિસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સોફ્ટવેર તૈયાર કરવામાં આવશે. જોકે, કાયમી રજિસ્ટ્રેશનની સુવિધા ક્યારથી શરૂ કરવામાં આવશે તે અંગે હાલ કોઈ ચોક્કસ સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી.

યાત્રીઓની સુરક્ષા અને સંખ્યાની માહિતી અંગે સવાલ

એક તરફ ગિરનાર પર યાત્રીઓની સુરક્ષા માટે ટ્રેકરોની ટીમ હાજર હોવાનું જણાવાઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ હાલમાં ગિરનાર પર ચઢતા કુલ યાત્રીઓની સંખ્યાનો ચોક્કસ આંકડો ઉપલબ્ધ ન હોવાને કારણે વ્યવસ્થા અંગે સવાલો ઉઠી રહ્યા છે. રજિસ્ટ્રેશનની કાયમી વ્યવસ્થા ક્યારે અમલમાં આવે છે અને યાત્રીઓની સુરક્ષા માટે પ્રશાસન દ્વારા આગળ શું પગલાં લેવામાં આવે છે તેના પર હવે નજર રહેશે.

AUTHOR
R Gajjar

R Gajjar

Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]