
Surat: દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની સપાટીમાં ફરી વધારો નોંધાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે તાપી નદીમાં પાણીની આવક વધી છે.

હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસાનો વધુ એક સક્રિય રાઉન્ડ શરૂ થવાની આગાહી કરી છે. 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય રહેતા આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. 11 ઓગસ્ટ 2026ના સાંજે જાહેર કરાયેલા હવામાન બુલેટિન મુજબ આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

Dhaval Patel Flood Visit Dang: સંસદનું ચોમાસુ સત્ર હાલ ચાલી રહ્યું છે, પરંતુ શનિવાર અને રવિવારે સત્રને વિરામ હોવાથી નવસારી લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલ પોતાના સંસદીય વિસ્તારમાં પહોંચીને પ્રજાલક્ષી કામગીરીમાં સક્રિય બન્યા છે. ભારે વરસાદથી પ્રભાવિત નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને તેમણે સ્થાનિક લોકોની સમસ્યાઓ જાણી અને નુકસાનનું સ્થળ પર નિરીક્ષણ કર્યું. વાંસદા તાલુકાના વિવિધ...

ગાંધીનગર: રાજ્યમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કુલ 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ અંબિકા તાલુકામાં 18.39 ઇંચ નોંધાયો છે. ત્યારબાદ ડોલવણમાં 13.58 ઇંચ, વાંસદામાં 13.23 ઇંચ, નેત્રંગમાં 12.36 ઇંચ, ધરમપુરમાં 10.08 ઇંચ અને ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં...

Gujarat Heavy Rain Red Alert: ગુજરાત પર ફરી એકવાર ભારે વરસાદના વાદળો ઘેરાયા છે. આજે 30 જુલાઈએ 8 જિલ્લામાં રેન્જ એલર્ટ અપાયું છે.છતીસગઢ, મધ્યપ્રદેશ અને વિદર્ભ પાસે સર્જાયેલું ડીપ ડીપ્રેશન આગામી 12 કલાકમાં ડીપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. જેના કારણે 31 જુલાઈ અને 1લી ઓગસ્ટે ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં 23 અને 24 જુલાઈએ મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો...

ગાંધીનગર: દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને પગલે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક દરમિયાન સુરત, વલસાડ, નવસારી અને તાપી જિલ્લામાં ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સીધી ટેલિફોનિક વાતચીત કરીને વરસાદ, નદીના...