ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 201 તાલુકામાં વરસાદ, અંબિકામાં 18.39 ઇંચ વરસાદ નોંધાયો

ગાંધીનગર: રાજ્યમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કુલ 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ અંબિકા તાલુકામાં 18.39 ઇંચ નોંધાયો છે. ત્યારબાદ ડોલવણમાં 13.58 ઇંચ, વાંસદામાં 13.23 ઇંચ, નેત્રંગમાં 12.36 ઇંચ, ધરમપુરમાં 10.08 ઇંચ અને ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

ગાંધીનગર: રાજ્યમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કુલ 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ અંબિકા તાલુકામાં 18.39 ઇંચ નોંધાયો છે. ત્યારબાદ ડોલવણમાં 13.58 ઇંચ, વાંસદામાં 13.23 ઇંચ, નેત્રંગમાં 12.36 ઇંચ, ધરમપુરમાં 10.08 ઇંચ અને ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત માંગરોળ (9.96 ઇંચ), વસો (9.65 ઇંચ), નડિયાદ (8.94 ઇંચ), સુબીર (8.90 ઇંચ), આણંદ (8.78 ઇંચ), વઘઈ (8.03 ઇંચ) સહિત અનેક તાલુકાઓમાં પણ ભારે વરસાદ વરસ્યો છે.

પલસાણા, બોરસદ, અરેઠ, ખેરગામ, નવસારી, મહુધા, ખંભાત, બારડોલી, પેટલાદ, ઓલપાડ, ગરુડેશ્વર, સાગબારા, જલાલપોર, જાંબુઘોડા, વાલોડ, વ્યારા, વલસાડ, સોજિત્રા, તિલકવાડા, કાલોલ, અંકલેશ્વર, નાંદોદ અને ભરૂચ સહિતના તાલુકાઓમાં પણ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં જળસ્તર વધવા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી કલાકોમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધીમાં કુલ 201 તાલુકામાં વરસાદ નોંધાયો
5 ઇંચથી વધુ વરસાદવાળા તાલુકા

  • અંબિકા – 18.39 ઇંચ
  • ડોલવણ – 13.58 ઇંચ
  • વાંસદા – 13.23 ઇંચ
  • નેત્રંગ – 12.36 ઇંચ
  • ધરમપુર – 10.08 ઇંચ
  • ઉમરપાડા – 10.00 ઇંચ
  • માંગરોળ – 9.96 ઇંચ
  • વસો – 9.65 ઇંચ
  • નડિયાદ – 8.94 ઇંચ
  • સુબીર – 8.90 ઇંચ
  • આણંદ – 8.78 ઇંચ
  • વઘઈ – 8.03 ઇંચ
  • પલસાણા – 7.91 ઇંચ
  • બોરસદ – 7.83 ઇંચ
  • અરેઠ – 7.80 ઇંચ
  • ખેરગામ – 7.76 ઇંચ
  • નવસારી – 7.72 ઇંચ
  • મહુધા – 7.64 ઇંચ
  • ખંભાત – 7.56 ઇંચ
  • બારડોલી – 7.28 ઇંચ
  • પેટલાદ – 7.17 ઇંચ
  • ઓલપાડ – 6.69 ઇંચ
  • ગરુડેશ્વર – 6.50 ઇંચ
  • સાગબારા – 6.34 ઇંચ
  • જલાલપોર – 6.30 ઇંચ
  • જાંબુઘોડા – 6.18 ઇંચ
  • વાલોડ – 5.79 ઇંચ
  • વ્યારા – 5.59 ઇંચ
  • વલસાડ – 5.51 ઇંચ
  • સોજિત્રા – 5.47 ઇંચ
  • તિલકવાડા – 5.39 ઇંચ
  • કાલોલ – 5.16 ઇંચ
  • અંકલેશ્વર – 5.16 ઇંચ
  • નાંદોદ – 5.12 ઇંચ
  • ભરૂચ – 5.04 ઇંચ