
Ahmedabad Navratri Traffic Alert 2026: નવરાત્રિના નવ દિવસ દરમિયાન અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધવાની શક્યતા છે. એસ.જી. હાઇવે, એસ.પી. રિંગ રોડ, સિંધુભવન રોડ અને વૈષ્ણોદેવી...

Vadodara: વડસર બ્રિજ પર હાઇડ્રોક્રેનનો અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. કારને બચાવવાના પ્રયાસ દરમિયાન હાઇડ્રોક્રેન વીજ થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે હાઇડ્રોક્રેનની ટક્કરથી GEBનો વીજ થાંભલો તૂટી પડ્યો હતો. જોકે, સદનસીબે અકસ્માતમાં હાઇડ્રોક્રેનના ચાલક સહિત કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી.

Om Nagar drainage problem: ઓમનગર વિસ્તારમાં વર્ષોથી મેઇન ડ્રેનેજની સમસ્યા યથાવત હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ડ્રેનેજ સહિતના વિવિધ વિકાસ કામો અધૂરા રહેતા વેપારીઓ, રહેવાસીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓમનગર ક્રોસિંગનું કામ ત્રણ વર્ષ બાદ પણ અધૂરું હોવાની ફરિયાદ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ઓમનગર ક્રોસિંગનું કામ બે વર્ષની મુદતમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ...

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા-પોરબંદર હાઈવે પર ભાડથર ગામ નજીક મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પેટ્રોલ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માત બાદ ટેન્કર રોડની વચ્ચે પલટી જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

વંથલી: જુનાગઢ જિલ્લાના વંથલી નજીક હોનેસ હોટલ પાસે આવેલા નેશનલ હાઈવે પર આજે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં બાઈક પર જઈ રહેલા પતિ-પત્નીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, વંથલી તાલુકાના ટીનમસ ગામના રહેવાસી અબ્દુલભાઈ સીડા (ઉંમર 62 વર્ષ) અને તેમના પત્ની જેબુનબેન અબ્દુલભાઈ સીડા (ઉંમર 60 વર્ષ) જુનાગઢ તરફથી પોતાના ગામ...