
ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલા રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતે સાપુતારા અને નવાગામ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે સાપુતારા નવાગામ ખાતે યોજાયેલા આંગણવાડી ઉત્સવમાં ભાગ લીધો હતો.

Gujarat રાજ્યના વિવિધ પાંચ કાયદાઓની 12 જોગવાઈઓમાં સુધારા કરવાથી ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’નો સંકલ્પ સાકાર કરાશે.

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘમલ્હાર 2026’નો આજે 8 ઓગસ્ટે ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી ડો. જયરામ ગામીત, સાંસદ ધવલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ફેસ્ટિવલ 29 ઓગસ્ટ સુધી યોજાશે.

ગુજરાતના ડાંગ જિલ્લામાં મોન્સૂન ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થયો છે. ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કરીને મેઘ મલ્હાર પર્વનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સાંસદ ધવલ પટેલ, રાજ્યમંત્રી જયરામ ગામીત અને રાજ્યના ધ્વજવાહક વિજય પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.