ઠાસરા શહેરમાં કૂતરાનો આતંક, ત્રણ દિવસમાં 20થી વધુ લોકોને બચકાં ભર્યા



ફાઇલ તસવીર
ઠાસરા શહેરમાં કૂતરાનો આતંક, ત્રણ દિવસમાં 20થી વધુ લોકોને બચકાં ભર્યા



ફાઇલ તસવીર
Dog Bites: ઠાસરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કૂતરાના આતંકે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. માત્ર ત્રણ દિવસના ગાળામાં 20થી વધુ લોકોને કૂતરાએ બચકાં ભર્યા હોવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર, મહિલાઓ, પુરુષો અને બાળકો સહિત અનેક લોકો પર કૂતરાએ હુમલો કર્યો છે. જેમાં એક જ દિવસમાં 12થી વધુ લોકો પર હુમલા કર્યો હોવાની ઘટના સામે આવતા શહેરમાં ફફડાટ ફેલાયો છે.
ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક ઠાસરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી. જો કે, 14થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે.
સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા નગરપાલિકા અને સંબંધિત તંત્રને તાત્કાલિક પગલાં લેવા માગ કરવામાં આવી રહી છે, જેથી કૂતરાના આ આતંકથી રાહત મળી શકે. હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.




