Get News Alerts

Never miss breaking news updates.

તાપી LCBની મોટી કાર્યવાહી, 12 ઘરફોડ ચોરીના આરોપીની ધરપકડ; 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Tapi Police: તાપી જિલ્લાના વ્યારામાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતા જિલ્લા એલસીબીએ એક શાતિર આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલો આરોપી સુરત અને તાપી જિલ્લામાં નોંધાયેલા અંદાજે બાર જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
Admin
AdminUpdated on: 22 Jun 2026 08:20 PM IST
તાપી LCBની મોટી કાર્યવાહી, 12 ઘરફોડ ચોરીના આરોપીની ધરપકડ; 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્તતાપી LCBની મોટી કાર્યવાહી, 12 ઘરફોડ ચોરીના આરોપીની ધરપકડ; 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Tapi Police: તાપી જિલ્લાના વ્યારામાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતા જિલ્લા એલસીબીએ એક શાતિર આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલો આરોપી સુરત અને તાપી જિલ્લામાં નોંધાયેલા અંદાજે બાર જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે આરોપી પાસેથી ₹9 લાખથી વધુ કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ જપ્ત કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, આરોપી બાઇક પર ફરીને વિસ્તારની રેકી કરતો અને બંધ મકાનોને ટાર્ગેટ બનાવી ચોરીને અંજામ આપતો હતો.

ચોંકાવનારી બાબત એ છે કે, ઝડપાયેલો આરોપી કોલેજ સુધી અભ્યાસ કરેલો હોવાનું સામે આવ્યું છે. ચોરી કરીને મેળવેલા મુદ્દામાલ અને રકમનો ઉપયોગ તે મોજશોખ અને વૈભવી જીવનશૈલી પાછળ કરતો હતો.

જિલ્લા એલસીબીની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપીને ઝડપી પાડી સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને અન્ય ગુનાઓમાં તેની સંડોવણી અંગે તપાસ હાથ ધરી છે.
 
AUTHOR
Admin

Admin

Author details are not available.