Get News Alerts

Never miss breaking news updates.

સાયલાના ચિત્રલેખા ગામે ગેરકાયદેસર કોલસા ખાણો પર દરોડા, 23 લાખનો મુદ્દામાલ જપ્ત

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચિત્રલેખા ગામે રાજકોટ રેન્જ આઈજી સ્ક્વોડ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ રેડ દરમિયાન ગેરકાયદેસર કોલસા ખાણો પકડી પાડવામાં આવી છે અને અંદાજે રૂપિયા 23.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
Admin
AdminUpdated on: 30 Jun 2026 03:06 PM IST
સાયલાના ચિત્રલેખા ગામે ગેરકાયદેસર કોલસા ખાણો પર દરોડા, 23 લાખનો મુદ્દામાલ જપ્તસાયલાના ચિત્રલેખા ગામે ગેરકાયદેસર કોલસા ખાણો પર દરોડા, 23 લાખનો મુદ્દામાલ જપ્ત

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચિત્રલેખા ગામે રાજકોટ રેન્જ આઈજી સ્ક્વોડ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ રેડ દરમિયાન ગેરકાયદેસર કોલસા ખાણો પકડી પાડવામાં આવી છે અને અંદાજે રૂપિયા 23.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ રેન્જ આઈજી સ્ક્વોડને સૂચના મળી હતી કે, સાયલા તાલુકાના ચિત્રલેખા ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે કાર્બોસિલ (કોલસા)ની ચોરી ચાલી રહી છે. આ આધારે પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડવામાં આવ્યો હતો.

રેડ દરમિયાન સ્થળ પરથી સૂંઢ કેસના 9 નંગ, 3 કૉમ્પ્રેસર, 3 ટ્રેક્ટર, 1 જનરેટર, 3 મોટરસાયકલ તેમજ અંદાજે 370 ટન કોલસો મળી આવ્યો હતો. સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂપિયા 23.30 લાખ આંકવામાં આવી છે.

પોલીસને સ્થળ પરથી નવા બનાવાયેલા 11 કુવાઓ પણ મળી આવ્યા હતા, જે ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાતા હોવાનું માનવામાં આવે છે. આ ઘટના બાદ પોલીસે સ્થળ પરથી મળેલા વાહનોના નંબરના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને સાયલા પોલીસ તથા ખાણખનીજ વિભાગને પણ જાણ કરવામાં આવી છે. આ દરોડા દરમિયાન સ્થાનિક પોલીસની જાણ બહાર કાર્યવાહી થતાં તેમની કામગીરી અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.