Get News Alerts

Never miss breaking news updates.

સુરતની રાંદેર પોલીસને મોટી સફળતા, લાખોની છેતરપિંડી આચરી 9 વર્ષથી નાસતી-ફરતી મહિલા આરોપીની ધરપકડ

Surat News: સુરત શહેરની રાંદેર પોલીસને મોટી સફળતા મળી છે. મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે લાખોની છેતરપિંડી આચરનારા અને છેલ્લા 9 વર્ષથી નાસતી-ફરતી મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Admin
AdminUpdated on: 24 May 2026 07:58 PM IST
સુરતની રાંદેર પોલીસને મોટી સફળતા, લાખોની છેતરપિંડી આચરી 9 વર્ષથી નાસતી-ફરતી મહિલા આરોપીની ધરપકડસુરતની રાંદેર પોલીસને મોટી સફળતા, લાખોની છેતરપિંડી આચરી 9 વર્ષથી નાસતી-ફરતી મહિલા આરોપીની ધરપકડ

Surat News: સુરત શહેરની રાંદેર પોલીસને મોટી સફળતા મળી છે. મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે લાખોની છેતરપિંડી આચરનારા અને છેલ્લા 9 વર્ષથી નાસતી-ફરતી મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, રાંદેર અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં વર્ષ 2018થી ફરાર આરોપી હેમલતા ચૌધરીને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. આરોપી મહિલા પર મુખ્યમંત્રી આવાસ યોજનાના નામે લોકોને ખોટી રસીદો અને બોગસ પઝેશન લેટર આપીને કુલ ₹21.69 લાખની છેતરપિંડી આચરવાનો આરોપ છે.

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપીએ સરકારી યોજનાનો લાભ અપાવવાના બહાને લોકો સાથે વિશ્વાસઘાત કરી આર્થિક છેતરપિંડી આચરી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને છેતરપિંડીના અન્ય કેસો સાથે સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.