Get News Alerts

Never miss breaking news updates.

સુરતના નવા મેયર તરીકે માયા માવાણીની પસંદગી કરાઈ

સુરત મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની જાહેરાત : મેયરથી લઈને સ્ટેન્ડિંગ ચેરમેન સુધીના નામ જાહેર સુરત મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા 3 કલાકમાં વિવિધ પદો માટેના નામ સત્તાવાર રીતે જાહેર થતા શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચા જામી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 28 May 2026 01:42 PM IST
સુરતના નવા મેયર તરીકે માયા માવાણીની પસંદગી કરાઈસુરતના નવા મેયર તરીકે માયા માવાણીની પસંદગી કરાઈ

સુરત  સુરત મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા 3 કલાકમાં વિવિધ પદો માટેના નામ સત્તાવાર રીતે જાહેર થતા શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચા જામી છે.

સુરતના નવા મેયર તરીકે માયા માવાણીની પસંદગી કરવામાં આવી છે.  ડેપ્યુટી મેયર પદે સુધાકર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન બકુલ પટેલનું નામ જાહેર થયું છે.
શાસક પક્ષના નેતા તરીકે અલ્પા બેન મહેલાંને જવાબદારી સોંપવામાં આવી છે. દંડક પદે ઊર્મિલા ત્રિપાઠીની નિમણૂક કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારોની જાહેરાત બાદ શહેરી રાજકારણમાં નવી સમીકરણો સર્જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.