Get News Alerts

Never miss breaking news updates.

સુરતના કાકરાપાર ડેમમાં મોટી દુર્ઘટના, ન્હાવા પડેલા 4 યુવાનોના ડૂબી જતા મોત

સુરતઃ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા કાકરાપાર ડેમમાં ન્હાતી વખતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ન્હાવા પડેલા 4 યુવકો ડૂબ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજના સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી.
Admin
AdminUpdated on: 12 May 2026 07:55 PM IST
સુરતના કાકરાપાર ડેમમાં મોટી દુર્ઘટના, ન્હાવા પડેલા 4 યુવાનોના ડૂબી જતા મોતસુરતના કાકરાપાર ડેમમાં મોટી દુર્ઘટના, ન્હાવા પડેલા 4 યુવાનોના ડૂબી જતા મોત

સુરતઃ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા કાકરાપાર ડેમમાં ન્હાતી વખતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ન્હાવા પડેલા 4 યુવકો ડૂબ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજના સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી.

મળતી માહિતી પ્રમાણે, કાકરાપાર ડેમમાં 4 યુવાનો ન્હાવા પડ્યા હતા. ત્યારે 1 યુવક ડૂબતા અન્ય 3 યુવકો તેને બચાવવા માટે ગયા હતા. ત્યારે ચારેય યુવાનો ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક માંડવી પોલીસ સહિત માંડવી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને યુવાનોની શોધખોળ હાથ ધરી હતી.

ત્યારે ભારે જહેમત બાદ ફાયર વિભાગે 4 યુવાનોની ડેડબોડી નદીની બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ માંડવી પોલીસે આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપતિ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી.

AUTHOR
Admin

Admin

Author details are not available.